સંદીપ વસાવા/મહુવા: સુરતના મહુવા ખાતે ખેડૂતોનું મહા સંમેલન યોજાયું. ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતામાં ખેડૂત સંમેલન યોજાતા હજારો ખેડુતો ઉપસ્થિત રહ્યા. જાહેર મંચ પરથી સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઇન્કમટેક્ષ અને ખેડૂતોનો આવક મુદ્દે સી.આર. પાટીલે નિવેદન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર ડમી કાંડ SITની રચના : હવે આ ઓફિસર્સ કરશે આખા કૌભાંડની તપાસ


સુરત ના મહુવા ખાતે ખેડૂતોનું મહા સંમેલન યોજાયું હતું. મહુવા સુગર મિલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું. સંમેલનમાં સુરત, આહવા, ડાંગ, ઉચ્છલ, નિઝર, વલસાડ, નવસારી વિસ્તારમાંથી આશરે 5000 હજાર જેટલા ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે દક્ષિણ ગુ. સુગર ફેકટરીના ચેરમેનો, સહકારી આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ રત્ન ડૉ સંજીવ જી દ્વારા ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરી ખેતી નિષ્ણાતો ખેડૂતોને યોગ્ય માર્ગ દર્શન આપ્યું હતુ.


Atique Murder Live Updates: રાજ્યની સ્થિતિ અંગે યુપી એ કેન્દ્રને રિપોર્ટ સોંપ્યો


ખેડૂતો મહા સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ભાજપ પ્રદેશ પ્રમુખે અનેક મુદ્દે કોંગ્રેસને આડે હાથે લીધી હતી. સી.આર.પાટીલ જાહેર મંચ પરથી આપ્યું નિવેદન આપતા કોંગ્રેસ ની સરકારમાં દેશની સુગર ફેકટરી પર 25000 કરોડનું ઇન્કમટેક્ષનું દેવું હતું. જે ભાજપની સરકારમાં તમામ દેવું માફ કરવામાં આવ્યું છે. દેશમાં ગુજરાતના ખેડૂતો બમણી નહી પાંચ ઘણી કરી છે. 


19 વર્ષની નંદિની ગુપ્તા બની મિસ ઈન્ડિયા, જાણો રાજસ્થાનની છોરીનું બ્યુટી સિક્રેટ


તેમણે ઉમેર્યું હતું કે, પહેલા સહકારી ક્ષેત્રેમાં ઇલું ઇલું ચાલતું હતું. થોડા ભાજપ અને થોડા કોંગ્રેસના સભ્યો ચૂંટતા હતા પણ હવે માત્ર ભાજપના જ સભ્યો ચૂંટાય આવે છે. હવે પછી ખડૂતો પર ઇન્કમટેક્સનો મુદ્દો લાગશે નહીં. તેમજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને 17માં દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા લગાડવાની અને ખોલવાની પરમિશન આપી દીધી અને આજે ગુજરાતમાં પાણી છે. એટલું જ નહીં આ પાણી કચ્છ સુધી મોકલી આપ્યું. અને કોંગ્રેસે દરવાજા મુકવાની પણ પરમિશન ન આપી હતી.


પિયર નહિ, અહી ફરવા લઈ જવા ગુજરાતી પત્નીઓ પતિ સામે કરી રહી છે જીદ