• આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલનો જન્મદિવસ છે

  • તેમના પરિવારમાં પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી


તેજશ મોદી/સુરત :ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો આજે જન્મદિવસ છે. જેને લઇને સુરત (surat) માં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. સી.આર.પાટીલ (cr patil) છેલ્લા અનેક વર્ષોથી પોતાના જન્મદિવસની કોઈ પણ ઉજવણી કરતા નથી. જોકે તેમના સમર્થકો અને શુભેચ્છકો દ્વારા અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 


આ પણ વાંચો : બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના જન્મદિવસ નિમિત્તે આ વર્ષે પણ સુરત અને નવસારીમાં રક્તદાન કેમ્પ, વિકલાંગોને જરૂરી વસ્તુઓ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે છ હજાર યુનિટ લોહી ભેગું કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આહીર સમાજ દ્વારા વીમા યોજના અંતર્ગત 21000 ફોર્મ ભરી તેની તુલના કરવાનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચો : ગુજરાતમાં કરફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર, વધારાયો સમય


આજના ખાસ દિવસે સીઆર પાટીલે જણાવ્યું કે, હું મારો જન્મદિવસ ક્યારેય ઉજવતો નથી. પરંતુ સમર્થકો અને શુભેચ્છકો અલગ-અલગ સમાજસેવી કાર્યક્રમોનું આયોજન કરતાં હોય છે. જેના થકી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી શકાય છે. આ સાથે જ 67 કિલો વજનની બર્થ ડે કેક પણ બનાવવામાં આવી હતી. જે ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકોને ખવડાવવામાં આવી હતી. 



આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલનો જન્મદિવસ છે. ત્યારે તેમના પરિવારમાં પણ આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પાટીલ પરિવારના સદસ્યો દ્વારા મોડી રાત્રે કેક કાપીને બર્થડે સેલિબ્રેટ કરાયો હતો.