બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...

રાજકોટમાં મોબાઈલની બેટરી ફાટવાનો બનાવ બન્યો છે. જેમાં બે બાળકો દાઝ્યા છે. ઘરમાં રમી રહેલા બે બાળકો બેટરીથી દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. મોબાઈલથી રમતા બાળકોના માતાપિતાએ આ કિસ્સાથી સાવધાન થવાની જરૂર છે. 

Updated By: Mar 16, 2021, 12:10 PM IST
બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં મોબાઈલની બેટરી ફાટવાનો બનાવ બન્યો છે. જેમાં બે બાળકો દાઝ્યા છે. ઘરમાં રમી રહેલા બે બાળકો બેટરીથી દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. મોબાઈલથી રમતા બાળકોના માતાપિતાએ આ કિસ્સાથી સાવધાન થવાની જરૂર છે. 

આ પણ વાંચો : ધૈર્યરાજને બચાવવા ચારેતરફથી દાનની સરવાણી ફૂટી, મદદને જોઈને આંખમાંથી ઝળહળિયા આવી જશે 

મોબાઈલની બેટરી ફાટતા ભાઈ ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત માહિતી અનુસાર,  વાંકાનેર તાલુકાના વિનયગઢનો આ બનાવ છે. જેમાં ઠાકોર પરિવારના બે બાળકો ગઈકાલે સાંજે મોબાઈલમાં રમી રહ્યા હતા. ત્યારે સપના ઠાકોર અને વિજય ઠાકોર નામના બે બાળકો હાથમાં મોબાઈલ રમી રહ્યા હતા. ત્યારે અચાનક બેટરી ફાટી હતી. બંને ભાઈ-બહેન દાઝી જતા તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં બાળક વિજય ઠાકોર ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેને વધુ સારવાર માટે અમદાવાદમાં ખસેડવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : કયા શહેરમાં કેટલા સમય માટે કરફ્યૂ લગાવવો... જાણો શું કહ્યું નીતિન પટેલે?

મોબાઈલને બેટરીના સેલ અડાડતા બ્લાસ્ટ થયો 
આ ઘટના વિશે ઈજાગ્રસ્ત બાળકોના સંબંધી કુકીબેન ઠાકોરે જણાવ્યું કે, બંને બાળકો મોબાઈલમાં રમી રહ્યા હતા, ત્યારે અમને પણ ખબર નહિ કે કેવી રીતે મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થયો. પણ બાળકોએ બેટરીના સેલને મોબાઈલ સાથે અડાડ્યો હતો. જેમાં દીકરો વિજય ગંભીર રીતે દાઝ્યો છે. જે ફોનમાં બ્લાસ્ટ થયો તો વીવો કંપનીનો હતો. જેમાં દીકરીની માત્ર હોઠ પર વાગ્યું છે. બંને બાળકોના માતાપિતા વાડીમાં કામ કરે છે. દીકરાને અમદાવાદ સારવાર માટે લઈ જવાઈ છે, અને દીકરીની હાલ રાજકોટમાં સારવાર ચાલી રહી છે.