સુરતમાં જીતથી પાટીલને સંતોષ ન થયો, કહ્યું-ખબર નહોતી કે કૂતરું કાઢતા બિલાડું ઘૂસી જશે
- સીઆર પાટીલે કહ્યું હતું કે, સુરતમાં ખબર નહોતી કે બિલાડું ઘૂસી જશે
- 6 મનપામાં જીત બાદ સુરતમાં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો હતો
ચેતન પટેલ/સુરત :ગુજરાતની 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ખુશીનો માહોલ છવાયેલો છે. સીએમ રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ પાટીલને અમિત શાહે શુભેચ્છા આપી હતી. તો સીઆર પાટીલે (cr patil) સીએમ અને અમિત શાહને મીઠાઈ ખવડાવી હતી. 6 મનપામાં જીત બાદ સુરતમાં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો હતો. સુરત મનપાની 93 બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ છે. ત્યારે કાર્યકર્તાઓને સંબોધત કરતા સીઆર પાટીલની નારાજગી છલકાઈ હતી. પોતાના પક્ષની જીત કરતા પણ આમ આદમી પાર્ટીને મળેલી સફળતા પર તેમણે સ્ટેજ પરથી નારાજગી વ્યક્ત કરી હતી. સીઆર પાટીલે કોંગ્રેસ અને AAP પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સુરત કોંગ્રેસ મુક્ત (congress) થઈ ગયું. સુરત દેશનું પહેલું શહેર છે, જે કોંગ્રેસ મુક્ત થયું છે. સુરત (surat) માં કોઈ સાંસદ, MLA, કોર્પોરેટર કોંગ્રેસના નથી. જોકે, તેમણે શ્વાન અને બિલાડી સાથે કરી કોંગ્રેસ-AAPની સરખામણી કરી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસનું રમણભમણ થઈ ગયું, 175 માંથી 55 બેઠકો પર સમેટાઈ
કોર્પોરેટરોને કામ કરવાની સૂચના આપી
ચૂંટાયેલા કોર્પોરેટરને અભિનંદન આપતા સીઆર પાટીલે કહ્યું હતું કે, સુરતમાં કૂતરું કાઢતા બિલાડું પેસી ગયું છે. ખબર નહોતી કે બિલાડું ઘૂસી જશે. દિલ્હી (delhi) માંથી પણ કાઢી નાંખીશું. આમ તેમણે કોંગ્રેસને કૂતરુ અને આમ આદમી પાર્ટીને બિલાડું કહીને સંબોધ્યા હતા. સાથે જ સીઆર પાટીલે ચૂંટાયેલા નેતાઓને પણ કામ પર લાગી જવાની સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, કોઈ ફરિયાદ આવવી ન જોઈએ. કોઈએ કહેવું જોઈએ નહીં કે કોર્પોરેટર દેખાતા નથી. એવી ફરિયાદ આવશે તો એક્શન લેવામાં આવશે. એ આવનારા 6 મહિનામાં ખબર પડી જશે.
આ પણ વાંચો : ‘દીકરીઓને તેના લૂકથી જજ કરવાનું બંધ કરો...’ યુવતીએ કેન્સર પીડિતો માટે વાળ દાન કરીને આપ્યો આ મેસેજ
આજે બોટાદમાં પાટીલની સભા
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે બોટાદ અને ભાવનગરની મુલાકાતે છે. તેઓ બોટાદ અને ભાવનગરમાં વિશાળ રેલી બાદ જનસભાને સંબોધશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભવ્ય જીત બદલ ગુજરાતના મતદારોનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરોની મહેનતને પણ બિરદાવી છે.