હિતલ પારેખ/ગાંધીનગર :ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી આર પાટીલે (cr patil) કાર્યભાર સંભાળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા હતા. ત્યારે તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં પ્રમુખપદની જવાબદારી પણ સહજતાથી બદલાય છે અને હું તેનું ઉત્તમ ઉદાહરણ છું. અકલ્પનીય જવાબદારી મને સોંપી છે. હું ખાતરી આપું છું કે ભાજપના કાર્યકરોની શક્તિનો ઉપયોગ કરવામાં આવશે. ટેકનોલોજીના આધારે નોખું કરવામાં આવશે. હાલ કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. ભાજપને વધુ મજબૂત કરવાની કામગીરી કરીશ. આ ઉપરાંત હાર્દિક પટેલનું નામ લીધા વગર સીઆર પાટીલે વળતો ઘા કર્યો કે, જે વ્યક્તિ ચૂંટણીમાં પોતાની ડિપોઝીટ પણ બચાવી શક્યો નહતો, તે શું કરી શકશે. 


ટ્રસ્ટી પી.કે.લહેરીનું મોટું નિવેદન, ભક્તો અવ્યવસ્થા કરશે તો સોમનાથ મંદિર બંધ કરવુ પડશે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીનું નિવેદન 
તો પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, સી આર પાટીલ જનસંધ વખતથી ભાજપના કાર્યકર્તા છે. આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી ખૂબ સારી રીતે જીતીશું. 2022 માં પણ વિધાનસભામાં જીતીશું. સી આર પાટીલ ગુજરાતમાં જ નહિ, પણ રાજ્ય બહાર પણ ખુબ અનુભવી છે. ભાજપમાં પરંપરા છે કે, આ એક પદ નથી, જવાબદારી છે. ગુજરાતીમાં ભારતીય જનતા પાર્ટી તમામ પડકારો અને સી.આર.પાટિલના નેતૃત્વમાં આગળ વધશે.


ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે : વિજય રૂપાણી


નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, મારા અને સી. આર.માં એક સામ્યતા છે કે અમે બંને વ્હાઇટ કપડાં જ પહેરીએ છીએ, હું જ્યારથી એમને ઓળખું છું ત્યારથી એ પણ સફેદ કપડાંમાં જ જોવા મળ્યા છે. એટલું જ નહીં અમે બંને સફેદ શર્ટ પણ હાફ બાયનું જ પહેરીએ છેએ, અમે બંને ઊંચાઈમાં પણ સરખા છીએ, જીતુભાઇમાં હાઈટનો થોડો પ્રોબ્લેમ થતો હતો પણ જીતુભાઇ મને આગળ જ રાખતા હતા, હું અને સી. આર. બંને બધી રીતે સરખા છીએ.


પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું નિવેદન 
તો પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે, પાર્ટીની પરંપરા લોકશાહીની આંતરિક વ્યવસ્થા છે. ભાજપના બંધારણ પ્રમાણે સંગઠનના પદો છે. મારા પૂર્વે અનેક પ્રમુખે સફળતાપૂર્વક કામગીરી કરી છે. અધ્યક્ષની અમારે ત્યાં જ જવાબદાર છે તે જવાબદારી સી આર પાટીલ કરશે. વ્યકિત અદલબદલની વ્યવસ્થા ભાજપમાં છે. સૌનો સાથ સહકાર આપવા બદલ આભાર. આમ, જીતુ વાઘાણીએ પોતાના કાર્યકાળમાં થયેલી કામગીરીને પણ યાદ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર