તેજશ મોદી, સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાનાર સેનેટ ચૂંટણીને લઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તૈયારીઓ શરૂ કરી દાવમાં આવી છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના પુત્ર જિગ્નેશ પાટીલને ડોનર વિભાગની બેઠક પરથી સેનેટના ઉમેદવાર જાહેર કરાયા હતા પરંતુ મોડી સાંજે તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ સાથે એબીવીપી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉમેદવારોની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીર નર્મદ યુનિવર્સિટીમાં આગામી 14 મી ઓગસ્ટના રોજ સેનેટ ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે એબીવીપી દ્વારા પત્રકાર પરિષદ યોજી બે ડોનર વિભાગ અને સેનેટની 10 મળીને કુલ 12 બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં કોમર્સમાંથી પ્રધુમન જરીવાલા, આર્ટસમાંથી કનુભરવાર, એજ્યુકેશન બેઠક પરથી ભાર્ગવ રાજપૂત, મેનેજમેન્ટમાંથી દિશાન્ત બાગરેયા, સાયન્સમાંથી અમિત નાથાણી, કોમ્પ્યુટર સાયન્સમાંથી ગણપત ધામેલીયા અને ભાવિન પટેલ, આર્કિટેકમાંથી ભુવનેશ માંગરોળીયા, હોમિયોપેથીમાંથી ડો. સતીશ પટેલ અને મેડિકલ વિભાગમાંથી ડો. ચેતન પટેલના નામની જાહેરાત કરવામાં આવી હતી.


આ ઉપરાંત ડોનર વિભાગની બે બેઠકો પરથી એક ડો. કશ્યપ ખરચીયા અને બીજા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના પુત્ર જીગ્નેશ પાટલીના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, મોડી સાંજે તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો.


અહીં એ પણ મહત્વનું છે કે આ વખતની યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ત્રણ પાર્ટીઓ વચ્ચે બરાબરનો જંગ થશે. એબીવીપી અને એનએસયુઆઈની સાથે સાથે આ વખતે આમ આદમી પાર્ટીનું સ્ટુડન્ટસ વિંગ પણ ચૂંટણી મેદાને છે. જેના પર ખુદ અરવિંદ કેજરીવાલ પણ ધ્યાન રાખી રહ્યા છે. ત્યારે આ વખતે પ્રતિષ્ઠા ભર્યો જંગ બની રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube