દહેગામ-બાયડ રોડ પર ટ્રક સાથે ટક્કર બાદ CRETA ગાડી આગનો ગોળો થઇ ગયો, ડોક્ટર દંપત્તીનું મોત
દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલની લીહોડા વચ્ચે આજે ટ્રક અને ક્રેટા ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ આગની લપેટમાં કારમાં બેઠેલા ડોક્ટર દંપત્તીનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી હતી.
ગાંધીનગર : દહેગામ-બાયડ રોડ પર આવેલા રોયલ સ્કૂલની લીહોડા વચ્ચે આજે ટ્રક અને ક્રેટા ગાડીનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ કારમાં આગ ભભુકી ઉઠી હતી. ગણતરીની મિનિટોમાં કારમાં લાગેલી આગે રુદ્ર સ્વરૂપ ધારણ કરતા નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે તે અગાઉ આગની લપેટમાં કારમાં બેઠેલા ડોક્ટર દંપત્તીનું કરૂણ મોત નિપજ્યું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘટના અંગે તપાસ આદરી હતી.
Gujarat Corona Update: 407 નવા કેસ, 301 દર્દી સાજા થયા, સાત જિલ્લાઓમાં એક પણ કેસ નહી
ગાંધીનગર દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કુલથી લીહોડા ગામ વચ્ચે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં જ કાર આગનો ગોળો બની ગઇ હતી. કારને ભડભડ સળગતી જોતા પસાર થનારા વાહન ચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.
અહો વૈચિત્રમ ! કોડીનારમાં પોતાની પત્ની ભાગી જતા યુવક માસીને ભગાડી લાવ્યો
અકસ્માત થતા કારમાં આગ લાગી હતી. કારના દરવાજા ખુલી નહી શકતા હોવાને કારણે દંપત્તીનું કારમાં જ મોત થઇ ગયું હોવાની પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું. ગાયનેક ડોક્ટર મયુર શાહની પુત્રી પંક્તિ પણ ડોક્ટર છે. અકસ્માતની જાણ થતા જ તેમનો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ આ મુદ્દે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો કે ડોક્ટર દંપત્તીનાં મોતને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube