અહો વૈચિત્રમ ! કોડીનારમાં પોતાની પત્ની ભાગી જતા યુવક માસીને ભગાડી લાવ્યો

 ડોળાસામાં એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. કોડીનારમાં ડોળાસામાં ભાણીયો પોતાના માસીને લઇને ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જેન્તીભાઇ (ઉ.વ 40) નામના એક વ્યક્તિ હેર સલુનની દુકાન ચલાવે છે. તેઓના લગ્ન 18 વર્ષ પહેલા ડેડાણની રીટા નામની મહિલા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો એક કાર્તિક ઉ.વ 16 અને અમિત ઉ.વ 12 છે. જેન્તીભાઇ વર્ષોથી ડોળીયાસામાં હેરસલુનની દુકાન ચલાવે છે. તેઓ ખુબ જ સીધા અને સરળ માણસ છે. જો કે તેમના પત્ની રીટા ખુબ શોખીન પ્રકારની મહિલા હતા. 

Updated By: Feb 28, 2021, 08:05 PM IST
અહો વૈચિત્રમ ! કોડીનારમાં પોતાની પત્ની ભાગી જતા યુવક માસીને ભગાડી લાવ્યો
પ્રતિકાત્મક તસવીર

કોડીનાર : ડોળાસામાં એક ખુબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. કોડીનારમાં ડોળાસામાં ભાણીયો પોતાના માસીને લઇને ફરાર થઇ ગયો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જેન્તીભાઇ (ઉ.વ 40) નામના એક વ્યક્તિ હેર સલુનની દુકાન ચલાવે છે. તેઓના લગ્ન 18 વર્ષ પહેલા ડેડાણની રીટા નામની મહિલા સાથે થયા હતા. તેમને સંતાનમાં બે પુત્રો એક કાર્તિક ઉ.વ 16 અને અમિત ઉ.વ 12 છે. જેન્તીભાઇ વર્ષોથી ડોળીયાસામાં હેરસલુનની દુકાન ચલાવે છે. તેઓ ખુબ જ સીધા અને સરળ માણસ છે. જો કે તેમના પત્ની રીટા ખુબ શોખીન પ્રકારની મહિલા હતા. 

99 વર્ષના સ્વાતંત્ર્યસેનાની મણિબેને લોકશાહી પર્વની કરી ઉજવણી, આપ્યો શતાયૂ મંત્ર

રીટાની ઉનાના કાકેડી મૌલીમાં રહેતી પિત્રાઇ બહેન લીલાબેન ભેડાના પુત્ર ઘનશ્યામ માટે છોકરી જોવા માટે તેઓ રીટાના ઘરે ગયા હતા. જો કે છોકરી જોવા માટે આવેલા ભાણીયાની આંખો છોકરીનાં બદલે પોતાના જ માસી સાથે મળી ગઇ હતી. પછી જે યુવતી સાથે નક્કી થયું હતું તેની સાથે પણ લગ્ન થઇ ગયા હતા. જો કે આ લગ્ન લાંબો સમય ટક્યા નહોતા. કારણ કે તે પોતાની જ માસી સાથે પ્રણય ભાગ ખેલતો રહ્યો હતો. જેથી યુવકનાં છુટાછેડા આખરે થઇ ગયા હતા. 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન પુર્ણ, એકંદરે શાંતિપુર્ણ રીતે સરેરાશ 62 ટકા મતદાન

બીજી તરફ હવે તે રીટા સાથે લગ્ન કરવા ઇચ્છતો હોવાના કારણે તેણે પોતાનાં પરિવારને વાત કરી હતી. જેથી પરિવારનો સાથ મળતા તેણે રીટાને ભગાડી જવાનું કાવત્રું રચ્યું હતું. રીટા પણ પોતાનાં બે પુત્રો અને પતિને મુકીને પ્રેમમાં અંધ થઇને સમાજની શરમ આબરૂ મુકીને પોતાના જ ભાણીયા સાથે ભાગવા માટે તૈયાર થઇ ગઇ હતી. રીટાએ ઘરમાં પડેલા 10 હજાર અને સોનાની બુટ્ટી લઇને કોઇને કહ્યા વગર ફરાર થઇ ગઇ છે. હાલ તો આ અંગેની પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. 

Corona એ શીખવાડ્યો સબક પણ ન સુધર્યા કાળા કારોબારી, બ્રાન્ડેડના નામે નકલીના કારોબારનો પર્દાફાશ

જો કે સૌથી ચોંકાવનારી બાબત સામે આવી છે કે, પોતાની માસીને ભગાડી જનારા ઘનશ્યામના લગ્ન અગાઉ જાફરાબાદ તાલુકાના નિંગાળા ગામે થયા હતા. પરંતુ તેની પત્ની પણ બીજા સાથે ભાગી ગઇ હતી. જેથી લાંબા સમયથી આ યુવક ડોળાસામાં પોતાની માસી સાથે જ ભાગી ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube