રવિ અગ્રવાલ/વડોદરા: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે રાજ્યમાં મોટા ભગાના સેલીબ્રિટીઓએ પોતાના મતનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. વડોદરા લોકસભા બેઠક પરથી ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે નિવેદન આપ્યું હતું કે, હું પણ રાજકારણમાં આવીશ. અને દેશની સેવા કરીશ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકેટર ઇરફાન પઠાણ તેના સંતાનને લઇને વડોદરામાં મતદાન કરવા માટે પહોંચ્યો હતો. અને કહ્યું હતું કે, આઇપીએલની મેચોના વ્યસ્ત સીડ્યુલમાંથી ટાઇમ કાઢીને મતદાન કરવા આવ્યો છું. દરેક વ્યક્તિએ મતદાન કરવું જોઇએ પાંચ વર્ષમાં મતદારે એક દિવસ મતદાન કરીને દેશની સેવા કરવાનો ટાઇમ મળી રહ્યો છે.


લોકસભા ચૂંટણી 2019: ચૂંટણીપંચને મળી 31 ફરિયાદ, જૂનાગઢમાંથી 30 લાખ રોકડ જપ્ત



ઇરફાને પઠાણે વધુમાં કહ્યું કે, ટાઇમ આવશે ત્યારે હું પણ રાજકારણમાં જોડાઇ શકું છું. અત્યાર સુધીમાં દેશ માટે ક્રિકેટ રમ્યો છું. અને હવે જો રાજકારણમાં આવીને દેશની સેવા કરવાનો મોકો મળશે તો સમય આવતા રાજકારણમાં પણ જોડાઇ શકું છું. ગૌતમ ગંભીર અંગે વાત કરતા તેમણે કહ્યુ, કે ગૌતમ ગંભીર મારો સારો મિત્ર છે , તેણે અત્યાર સુધી સારુ ક્રિકેટ રમ્યો છે. અને એક સારો રાજનેતા બની દેશની સેવા કરશે.