ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ફરી ચર્ચામાં, શું ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે?
સરકારની યોજનાઓ અંગે ગામડાના લોકોને જાગૃત કરવા 2019થી અમે અભિયાન ચલાવ્યું છે. ચૂંટણીઓ તો આવતી જતી રહે છે પણ હું ભાજપના કાર્યકર્તા તરીકે પ્રધાનમંત્રીની વિચારધારા સાથે મારા કામને પુરી ઈમાનદારીથી કરું છું. જો કે રિવાબા જાડેજાએ ચૂંટણી લડવા અંગે ખુલીને કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
મુસ્તાક દલ/જામનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય સંગ્રામ વધી ગયો છે. થોડા દિવસ પહેલા જામનગર ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ(હકુભા) જાડેજાના યજમાન પદે ભાગવત સપ્તાહ યોજાઈ છે જેમાં હાજરી આપવા આવેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ વિધાનસભાની ચૂંટણી લડવા બતાવી તૈયારી બતાવતા ફરી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ હતી.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના યુવા મહિલા નેતા રિવાબા જાડેજા આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ફરી ચર્ચામાં આવ્યા છે. છેલ્લા થોડા સમયમાં હાલાર પંથકમાં સતત વિવિધ ગામડાઓની મુલાકાતના પગલે રીવાબા જાડેજા ચર્ચામાં આવ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાને રીવાબા જાડેજા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકારની યોજનાઓ અંગે ગામડાના લોકોને જાગૃત કરવા 2019થી અમે અભિયાન ચલાવ્યું છે. ચૂંટણીઓ તો આવતી જતી રહે છે પણ હું ભાજપના કાર્યકર્તા તરીકે પ્રધાનમંત્રીની વિચારધારા સાથે મારા કામને પુરી ઈમાનદારીથી કરું છું. જો કે રિવાબા જાડેજાએ ચૂંટણી લડવા અંગે ખુલીને કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી.
રીવાબાને ચૂંટણી વિશે જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે આગામી વિધાનસભાની ચૂંટણી લડશો? તેના પર રીવાબાએ કહ્યું કે, ભાજપના કાર્યકર તરીકે મે મારી જવાબદારી નિભાવી છે. બીજેપી નેતાઓ તેમના પર વિશ્વાસ કરશે અને તેમને કોઈ જવાબદારી સોંપશે તો તે ચોક્કસપણે તેને નિભાવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે ક્યાંથી ચૂંટણી લડવા માંગો છો તો તેઓ જવાબ આપ્યા વિના જ નીકળી ગયા. તમને જણાવી દઈએ કે, ભાજપ સાથે જોડાયેલા રિવાબા જાડેજા છેલ્લાં બે વર્ષથી જામનગરનાં એક-એક ગામ ખૂંદી રહ્યાં છે.
રીવાબા સમાજસેવાના હેતુસર 130 થી વધુ ગામડાઓની મુલાકાત રિવાબા જાડેજાએ લીધી હોવાનું જણાવ્યું હતું. માત્ર એકથી બે મહિનામાં ગામડાઓની મુલાકાત શક્ય ન હોય જેથી ઘણા સમયથી વિવિધ ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી લડવા અંગે રીવાબા જાડેજા દ્વારા કોઇ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો ન હતો.
આખરે નરેશ પટેલને લઈને આજે કોકડું ઉકેલાશે? જાણો નરેશ પટેલ કોંગ્રેસના કયા 4 MLA સાથે દિલ્લી પહોંચ્યા
આપને જણાવી દઈએ કે રીવાબા જાડેજા ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર છે. તેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા. તેઓ અવારનવાર ભાજપ સંબંધિત રાજકીય કાર્યક્રમોમાં જોવા મળે છે. ભાજપની સાથે તેઓ સૌરાષ્ટ્રના કરણી ક્ષત્રિય સેનાના પ્રમુખ પણ છે. તો રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસમાં ખૂબ સક્રિય છે. એક તરફ રીવાબાને પતિ રવિન્દ્ર જાડેજાનો ટેકો મળે છે જ્યારે તેની બહેનને તેમના પિતાનો ટેકો મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube