આંદોલન સમયે તોડફોડ કેસમાં કોંગી નેતા હાર્દિક પટેલ સહિત 21 લોકોને મોટી રાહત, સરકારે કરેલી અરજી કોર્ટે મંજૂર કરી
પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સહિત 21 લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ લોકો સામે કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે.
Trending Photos
આશ્કા જાની/અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન મામલે હાર્દિક સહિત 21 લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ લોકો સામે કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે. આજે આ મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વધુ 2 આરોપીઓને લઈ સરકારે અરજી કરી હતી. જેમાં સેશન્સ કોર્ટે રિવિઝન અરજી માન્ય રાખી છે. આ કેસમાં હાર્દિક સહિત 19 આરોપીઓ ઉપરાંત સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં વધુ 2 આરોપી છે. જેને લઈ હવે આ કેસમાં 21 આરોપીઓ સામે કેસની સુનાવણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે વર્ષે 2017 માં પાટીદારો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ હતી.
મહત્વનું છે કે, કેસ પરત ખેંચવા મુદ્દે સેશન્સ કોર્ટે મોટો હુકમ કર્યો છે. હાર્દિક પટેલ સહિત પાટીદારોને સેશન્સ કોર્ટની મોટી રાહત મળી ગઈ છે. હાર્દિક પટેલ સહિત 21 લોકોની સામે કેસ પરત ખેંચવા કોર્ટે હુકમ આપતા હાશકારો અનુભવ્યો છે. હવે હાર્દિક પટેલ સામે રાજદ્રોહ કેસ જ બાકી રહેશે. રાજ્ય સરકારના વકીલની કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે. પાટીદારો સામે અન્ય કેસ પરત ખેંચાઈ રહયા છે તો આ કેસ પણ પરત લેવો જોઈએ. અન્ય કેસો પરત ખેંચવા સરકારે જ નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા વિવિધ કેસોને પરત ખેંચવા અંગે રાજ્ય સરકારે કોર્ટમાં અરજીઓ આપી હતી. જેમાં હાર્દિક પટેલ અને અન્યો સામે રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસ પરત ખેંચવા અંગે સરકારની અરજીને અમદાવાદની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવી દીધી હતી. 2 મેના રોજ આ કેસમાં તહોમતનામું સંભળવાનું હોવાથી તમામ આરોપીઓને હાજર રહેવા પણ કોર્ટે તાકીદ કરી હતી.
તમને જણાવી દઈએ કે, 20 માર્ચ 2017 ના રોજ કોર્પોરેટર પરેશ પટેલે નોંધાવેલી ફરિયાદમાં હાર્દિક પટેલ સામે કેસ નોંધાયો હતો. વસ્ત્રાલના એ સમયના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે આસ્થા બંગલોઝમાં ટોળાં દ્વારા હુમલો કરાયાની ફરીયાદ નોંધવાઈ હતી. જે ફરિયાદ સબ કેસ પરત ખેંચવા સરકારે અરજી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા પાટીદાર આંદોલન સમયે તોફાનોના કેસ પાછા ખેંચવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ કેસ માટે 15 એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના ટોટલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. જે તે સમયે કૃષ્ણનગર, રામોલ, બાપુનગર, નરોડા અને અન્ય જગ્યાઓ પર કેસ કરવામાં આવ્યા હતા. તેમાંથી અગાઉ પણ ત્રણ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. જે મેટ્રો કોર્ટમાં હતા અને વધુ સાત કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. આ સાથે કુલ 10 કેસ પાછા ખેંચવામાં આવ્યા છે અને અન્ય ત્રણ કેસ છે.
ઉલ્લેખનીય છે કે, અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે