ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ (Ahmedabad) ની અંધ મહિલા (blind woman) ની બહાદુરીનો કિસ્સો હાલ ટોકિંગ પોઈન્ટ બન્યો છે. અંધ મહિલાએ પોતાની ઈજ્જત (rape case) બચાવવા માટે એવી હિંમત દાખવી કે આરોપીને ઉભા પૂછડીએ ભાગવુ પડ્યુ હતું. એટલુ જ નહિ, અંધ મહિલાએ હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પ્રજ્ઞાચક્ષુ પતિએ પણ પત્નીને જુસ્સો આપીને કહ્યુ હતું કે, અંધ છીએ તો શું થયું, આવા હેવાનને તો પાઠ ભણાવવો જ પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કિસ્સો અમદાવાદના બાવળામાં રહેતા એક પ્રજ્ઞાચક્ષુ મહિલા (crime against women) નો છે. મહિલા અને તેમના પતિ બંને પ્રજ્ઞાચક્ષુ છે. બન્યુ એમ હતું કે, થોડા દિવસો પહેલા આ મહિલા અમદાવાદના અંધજન મંડળમાં રાશન કિટ લેવા માટે આવ્યા હતા. જ્યાંથી રાશન કિટ લઈને તેઓ રીક્ષામાં પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. સાંજનો સમય હતો, અન તેઓ શટલ રિક્ષામાં સરખેજ સર્કલ પર પહોંચ્યા હતા. જ્યાંથી બાવળા જવા માટે તેઓ રિક્ષામાં બેસ્યા હતા. આવામાં એક શખ્સ મહિલાની બાજુમાં આવીને બેસ્યો હતો. જેણે મહિલાને કહ્યું કે, ‘હું તમારા જ ગામનો છું અને તમને ઘરે મૂકી જશે.’


આ પણ વાંચો : જુડોની મેચ રમવા ગયેલા વિદ્યાર્થીઓને કાળ ભરખી ગયો, ધોળકા રોડ પર 3 ના મોત


આ જાણીને પ્રજ્ઞાચક્ષુ મહિલાને હાશકારો થયો હતો કે, તેમને અંધારામાં કોઈ સહારો મળ્યો. આવામાં એ વ્યક્તિએ રીક્ષાવાળાને રીક્ષા રાખીને નીચે ઉતારવા કહ્યુ હતું. જોકે, રીક્ષાવાળાએ કહ્યુ હતું કે, હજી બાવળા આવ્યુ નથી. તેમ છતા અજાણ્યા વ્યક્તિએ રીક્ષાવાળાને ધમકાવીને કહ્યુ હતું કે, આ મારી પત્ની છે, તમારે વચ્ચે બોલવુ નહિ. તેથી ડઘાઈ ગયેલા રીક્ષાચાલકે મહિલા અને પુરુષને ઉતારીને રીક્ષા ચલાવી હતી. 


રીક્ષામાંથી ઉતરીને શખ્સે પ્રજ્ઞાચક્ષુ મહિલાનો હાથ પકડીને ચાલવાનુ શરૂ કર્યુ હતું. પરંતુ થોડુ આગળ જતા જ તેણે મહિલાને ખરાબ રીતે સ્પર્શ કરવાનુ શરૂ કર્યુ હતું. આ જોઈને પ્રજ્ઞાચક્ષુ મહિલા ડઘાઈ ગયા હતા. શખ્સે તેમની સાથે બળજબરી કરવાનો પ્રયાસ ક્રયો હતો. જેથી તેમણે બૂમાબૂમ કરી હતી. આ જોઈ શખ્સ ભાગી ગયો હતો અને જતા સમયે મહિલાની રાશન કિટ પણ લઈ ગયો હતો. 


આ પણ વાંચો : ગુજરાતની માઠી દશા બેસી, માવઠા વચ્ચે આ જિલ્લામાં આવ્યો ભૂકંપ


આ ઘટના બાદ મહિલા હેમખેમ ઘરે પહોંચ્યા હતા. તેમણે ઘરે આવીને આખી વાત પોતાના પતિને કહી હતી. આપવીતી રજૂ કરતા તેઓ રડી પડ્યા હતા. જોકે, પતિ-પત્ની હિંમત દાખવીને પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ દંપતી જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવને મળ્યુ હતું. જ્યાં તેમણે કહ્યુ હ તું કે, આપણે અંધ છીએ તો શું થઈ ગયું. આપણને પણ ન્યાય મેળવવાનો અધિકાર છે, અમે પેલા હેવાનને સજા કરાવીશું જ. 


આમ, પોલીસે પણ આ મામલે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી. મહિલા પ્રજ્ઞાચક્ષુ હોવાથી આરોપીને જોઈ શક્યા ન હતા. તેથી સ્કેચ વિશે માહિતી આપવામાં અસક્ષમ હતા. પરંતુ તેમણે કરેલા વર્ણનના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક ફરિયાદ નોંધીને પોલીસે ટીમ બનાવી હતી. સરખેજથી બાવળા સુધીના તમામ કંપની પ્રિમાઈસીસ, દુકાનો, ઓફિસોના બહારના સીસીટીવી ચકાસ્યા હતા. 


આ પણ વાંચો : પત્ની માટે મોંઘીદાટ સાડી ખરીદવાની ચિંતા ન કરતા, આ બેંક અપાવશે સાડી


પોલીસે અસંખ્ય રીક્ષાચાલકોની તપાસ કરી. સાથે પોલીસ મહિલાને બેસાડનાર રીક્ષાચાલક સુધી પણ પહોંચી હતી. જેણે આપેલા વર્ણનથી પોલીસ આરોપી પકડાયો હતો. પોલીસની કડક પૂછપરછમાં તેણે મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ વિશે કબૂલ્યુ હતું. જોકે, અંધ મહિલાએ પણ અવાજથી આરોપીને પકડી પાડ્યો હતો. 


બીજી તરફ, આ અંધ યુગલે એસપી વિરેન્દ્રસિંહ યાદવ તથા ચાંગોદર પીઆઈ મંડોરા તથા આખી જિલ્લા પોલીસે ઉઠાવેલી જહેમતને બિરદાવી હતી. જ્યારે એસપી વિરેન્દ્રસિંહ યાદવે પણ કહ્યું હતું કે આ રીતે દરેક જણ હિંમત દાખવે તો ગમે તેવા અત્યાચારીને પણ પકડી શકાય.