ગુજરાતની માઠી દશા બેસી, માવઠા વચ્ચે આ જિલ્લામાં આવ્યો ભૂકંપ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતની માઠી દશા બેસી ગઈ છે. વાતાવરણમાં ધરખમ ફેરફારો થતા એક તરફ આભમાંથી પાણી વરસી રહ્યુ છે, તો બીજી તરફ ધરા ધ્રૂજી રહી રહી છે. ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે ભૂકંપ (earthquake) ની આફત આવીને ઉભી છે. મોરબી (Morbi) માં મોડી રાત્રે 3.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જેને કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.
મોરબીમાં મોડી રાત્રે 11.34 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે મોરબીની ધરા ધ્રૂજી ઉઠતા લોકો ડરમાં ભરી ગયો હતો. રિક્ટર સ્કેલ પર મોરબીથી 35 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ હતું. જોકે, હળવો આંચકો અનુભવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ ડરના માર્યે મોડી રાત્રે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપથી જિલ્લામાં કોઈ નુકસાનના સમાચાર નથી આવ્યા.
એક તરફ ભૂકંપના આંચકા અને બીજી તરફ, ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ-ગોધરા, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ સાથે જ 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે