• મહિલાને થાંભલા સાથે બાંધી લાકડીના ફટકા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

  • વીડિયો ગુજરાત અથવા સરહદી આદિવાસી વિસ્તારનો હોવાનું અનુમાન 


જમીલ પઠાણ/છોટાઉદેપુર :સ્ત્રી સશક્તિકરણની વાતો વચ્ચે સભ્ય સમાજ ફરી શર્મસાર થયો છે. યુવતીને થાંભલા સાથે બાંધી માર મારવાની ઘટના બની છે. ગુજરાતના સરહદી વિસ્તારનો આ વીડિયો હોવાનું અનુમાન છે. યુવતીને એટલી બેરહેમીપૂર્વક લાકડાના ફટકાથી માર મરાયો કે, તે મદદ માટે બૂમો પાડી રહી હતી, છતા કોઈ મદદે ન આવ્યું. મહિલા કણસતી રહી પરંતુ નરાધમ લાકડીનો માર મારતો રહ્યો. મહિલાને માર ખાતી જોઈ પાસે ઉભેલી નાની બાળકી રડતી રહી. ત્યારે મહિલાને તાલિબાની સજા (crime against women) આપવાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાને થાંભલા સાથે બાંધી લાકડીના ફટકા મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક મહિલાને લાકડાના થાંભલા સાથે એવી રીતે બાંધવામાં આવી છે કે, તે પ્રતિકાર કરી ન શકે. મહિલાના બંને હાથને પણ બાંધી દેવાયા છે, જેથી તે છટકી ન શકે. વીડિયોમાં એક શખ્સ આ મહિલાને સતત લાકડીના ફટકા મારી રહ્યો છે. લાકડીના મારથી કણસતી આ મહિલા ચીસો પાડી રહી છે, છતાં યુવક તેને બેરહેમીપૂર્વક તેના શરીરના પાછળના ભાગે લાકડીના ફટકા મારી રહ્યો છે.


આ પણ વાંચો : મોટો નિર્ણય : તીવ્ર ગતિએ ફેલાતા કોરોનાને કારણે મુખ્યમંત્રીએ સરકારી કાર્યક્રમો પર રોક લગાવી


વીડિયોમાં અન્ય એક શખ્સ પણ દેખાય છે, જ્યારે અન્ય બે વ્યક્તિના પડછાયા પણ દેખાઈ રહ્યા છે. વીડિયોમાં નાની બાળકી જોર જોરથી રડતી હોવાનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. છતા પીડિત મહિલાની મદદે કોઈ આગળ આવતુ નથી.


સોમવારથી રાજ્યની વડી અદાલત ઓનલાઇન ચાલશે, કોરોનાના ડરથી હાઇકોર્ટમાં ફિઝીકલ સુનાવણી બંધ


ભૂતકાળમાં પણ આદિવાસી વિસ્તરમાં આ પ્રમાણે તાલિબાની સજા આપવાની બનેલી ઘટનાઓના વીડિયો સામે આવ્યા છે. જોકે, ZEE 24 કલાક આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. વાયરલ વીડિયો કયા સ્થળનો તેની તપાસ હાથ ધરાઈ છે. અગાઉ પણ ગુજરાતમાં હિંચકારી ઘટનાઓના વીડિયો વાયરલ થયા છે. ત્યારે ગુજરાતનું આ રૂપ અગાઉ ક્યારેય જોવા મળ્યુ ન હતુ. મહિલા પ્રત્યે અત્યાચારના કિસ્સા વધી રહ્યાં છે. જે સભ્ય સમાજને શોભે તેવા નથી. આનાથી ગુજરાતની છબી પણ બગડી રહી છે.