મૌલિક ધામેચા/અમદાવાદ: ઓઢવ વિસ્તારમાં આશરે 15 દિવસ પહેલા ફાયરિંગ વિથ લુંટ મામલે 4 આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી લુંટનો મુદ્દામાલ અને હથિયાર પણ કબ્જે કરવામાં આવ્યા છે. જોકે આરોપી  અગાઉ પણ સંખ્યાબધ્ધ ગંભીર ગુના આચરી ચુક્યા હોવા છતા, શા માટે કાયદા કે પોલીસ તેમને વધુ ગુના કરતા અટકાવી શકતી નથી. તે સવાલ ઉભો થાય છે. ત્યારે ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં આરોપી શું નવા ખુલાસા કરે છે તે જોવુ રહ્યુ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહુધા: વેલ્ડિંગ દરમિયાન લક્ઝરી બસમાં લાગી આગ, રોડ પર ટોળા ઉમટી પડ્યાં


ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આરોપીના નામ છે. સંજુ શર્મા, ભુપેશ યાદવ, જીતેન કોરી અને ઉમેશ પટેલ. આ તમામ આરોપી ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના વતની છે. પરંતુ આ ગેંગના 5 સાગરીતો 6 તારીખે અમદાવાદ આવી 8 તારીખે ₹ 9.51 લાખની ચકચારી લુંટ કરી ફરાર થઈ ગયા. જે અંગે તપાસ કરતા ક્રાઈમ બ્રાંચે 4 આરોપીને ઝ઼ડપી પાડ્યાં. આરોપી પાસેથી ક્રાઈમ બ્રાંચે લુંટમા ગયેલો સોના ચાંદીનો મુદ્દામાલ અને 3 હથિયાર અને 12 જીવતા કારતુસ કબ્જે કર્યા. જોકે લુટનો મોટા ભાગનો મુદ્દામાલ લઈ એક આરોપી ફરાર થઈ ગયો જેની પોલીસે સોધખોળ હાથ ધરી છે.


વડોદરા LCBએ 72 ખોખા દારૂ સહિત 11.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો


ઝડપાયેલા આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે, ઉમેશ પટેલ લાંબા સમયથી ઓઢવમાં પ્લાસ્ટીકનુ કામ કરતો હતો, માટે તેણે ટીપ આપી હતી. હિરાબા જ્વેલર્સમાં લુંટ કરવાથી મોટી રકમ મળી શકશે. જેના આધારે અન્ય 4 આરોપી મધ્યપ્રદેશના ભીંડથી અમદાવાદ આવ્યા અને એક દિવસ રેકી કર્યા બાદ બિજા દિવસે લુંટને અંજામ આપી ફરાર થઈ ગયા. આરોપી એટલા શાતીર હતા કે તેમણે લુંટ માટે જમાલપુરમાંથી એક બાઈક પણ ચોરી કર્યુ હતુ. જે પોલીસે કબ્જે કર્યુ છે. આરોપીની પુછપરછમા સામે આવ્યું કે, ગ્વાલીયર જેલમાં તમામ આરોપી સજા કાપી રહ્યા હતા. તે સમયે એક બીજા સાથે પરિચય થયો અને નવી ગેંગ બનાવી લુંટને અંજામ આપ્યો છે. ઝડપાયેલ તમામ આરોપી વિરુધ્ધ ધાડ, લુંટ, હત્યા, હત્યાનો પ્રયાસ, ફાયરિંગ સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે. જેલવાસ પણ ભોગવેલો છે. તેમ છતા આરોપીને જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube