વડોદરા LCBએ 72 ખોખા દારૂ સહિત 11.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપ્યો
Trending Photos
વડોદરા : નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ ટોલનાકા નજીકથી LCB દ્વારા વિદેશી દારૂ ભરેલી 2 ગાડી સાથે 4 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. 11 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વડોદરા જીલ્લા એલસીબી પોલીસને પહેલાથી બાતમી મળી હતી. સુરત તરફથી બે અલગ અલગ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઇને કેટલાક ઇસમો વડોદરા તરફ જઇ રહ્યા છે. પોલીસ અને એલસીબી દ્વારા આ વોચ ગોઠવવામાં આવી હતી.
સુરત: પોલીસ બાદ હોમગાર્ડની પણ દાદાગીરી સામે આવી, યુવકને ઢોર માર માર્યો
નેશનલ હાઇવે નંબર 48 પર કરજણ ટોલનાકા પાસે અગાઉથી મળેલી બાતમી જેવી ગાડી નિકળતા તેને અટકાવી હતી. પોલીસે તેમાં તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની ભારતીય બનાવટની 72 નંગ પેટીઓ મળી આવી હતી. પુછપરછમાં આ દારૂનો જથ્થો વડોદરાનાં બુટલેગર જુબેર મેમણને પહોંચાડવામાં આવવાનો હોવાનું સામે આવ્યું છે. હાલ તો એલસીબી દ્વારા ચારેય આરોપીઓ ઉપરાંત બંન્ને ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. કુલ મળીને 11 લાખ 75 હજાર 250 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે