મૌલિક ધામેચા/અમદાવાદ: મણીનગરની સ્કૂલના સંચાલક પાસેથી 10 લાખની ખડણી માગનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તોડબાજ પત્રકારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદની 30થી વધુ સ્કૂલોના સંચાલક પાસેથી ડરાવી ધમકાવીને આરોપીએ લાખો રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ કહી રહી છે ત્યારે કોણ છે આ આરોપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિક્ષક બનવા માટેની TAT પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, રાજ્ય સરકારનો મોટો નિર્ણય


પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ શખ્સનું આશિષ કંજારીયા છે. ખુદ આરટીઆઇ એક્ટિવિસ્ટ, વાલી મંડળનો પ્રમુખ છે પણ ન્યૂઝ મીડીયા પોલ ખોલ ટીવીનો એડિટર બનીને સ્કૂલ માલિકો પાસેથી ખડણી માંગતો હતો.મણિનગરમાં આવેલી એડયુનોવા સાયન્સ સ્કૂલના સંચાલક સજયસિંગએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી આશિષ કંજારીયાએ સ્કૂલ બંધ કરાવી દેવાની ધમકી આપીને ₹10 લાખની ખડણી માંગી હતી. 


હવે ગુજરાતમાં માવઠું કે ગરમીથી મોટું બીજું કયું સંકટ આવશે, અંબાલાલ પટેલની મોટી આગાહી


આરોપીએ આરટીઆઇના નામે અરજીઓ કરીને બળજબરીથી પૈસા પડાવતો હતો. આરોપીએ સ્કૂલના ટ્રસ્ટી હરેન્દ્રસિંગ મલિક, પોરકો મુદલિયાર અને સ્કૂલના કર્મચારી લાલભાઈ મુધવાને વોટ્સએપ કોલ અને મેસેજ કરી ને ધમકી આપતો હતો. સ્કૂલ સંચાલકે આરોપી આશિષને ₹25 હજાર ખડણીના આપી પણ દીધી હતી. પરંતુ સતત ધમકી અને દબાણ કરતા સ્કૂલ સંચાલકે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી.જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી.


ગુજરાતની ખાનગી-સરકારી સ્કૂલોને કર્યો મહત્વપૂર્ણ આદેશ, શિક્ષણ વિભાગનો પરિપત્ર જાહેર


આરોપી આશિષ કંજારીયા બોપલનો રહેવાસી છે.જેને 2017થી અત્યાર સુધીમાં અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લા માં જાણીતી 30થી વધુ સ્કૂલોના ટ્રસ્ટીઓને વોટ્સએપ મારફતે પોલ ખોલ ટીવી યુટ્યુબ ચેનલના વિડિઓ, આરટીઆઇ અરજીઓ તથા મેસેજ કરીને દબાણ કરતો હતો. સ્કૂલના ટ્રસ્ટીઓને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ જે શીટ હોય તેમાંથી 6 શીટ માંગતો હતો. જો શીટ ના આપે તો એક શીટ દીઠ 3 લાખ રૂપિયાની માંગણી કરતો હતો. અને કેટલી સ્કૂલમાં આર ટી આઈ હેઠળ અરજીઓ કરીને પરેશાન કરતો હતો.


સાબરમતી નદી બની સ્યુસાઈડ પોઇન્ટ! માત્ર 5 કલાકમાં આ બ્રિજ પાસેથી 4 મૃતદેહ મળતા ખળભળાટ


સ્કૂલમાં ગેરનીતિ ચાલતી હોવાની ધમકી આપીને બ્લેકમેઇલ પણ કરીને ખડણી ઉઘરાવતો હતો. એટલુંજ નહિ પમ આરોપી આશિષ કંજારીયા રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ અનેક વિધાર્થીઓને પૈસાથી પ્રવેશ આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ શહેરના સ્કૂલના ટ્રસ્ટીઓને આશિષ દ્વારા ખડણી માંગી હોય કે અન્ય કોઇ ખડણી માંગતા હોય તો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવાની અપીલ કરી છે.


પેટ્રોલ કાર સારી છે કે ડીઝલ? 10 માંથી 9 લોકો હોય છે કન્ફ્યૂઝ, પૈસાનું કરે છે પાણી


સ્કૂલમાં ખડણી કેસમાં આરોપી આશીષ ને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ત્યારે તે દારૂના નશામાં ધૂત મળી આવ્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે દારૂ પીવાને લઈને વધુ એક ગુનો નોંધીને ધરપકડ કરી છે. આરોપીએ અત્યાર સુધીમાં કેટલી ખડણી ઉઘરાવી અને આરટી હેઠળ કેટલા વિદ્યાર્થીઓને પૈસા લઈને પ્રવેશ આપ્યો છે તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ કેસમાં અન્ય કોઈ વાલી કે અન્ય આરોપી સંડોવાયેલા છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરાઇ છે. આ ઉપરાંત આરોપીના આશિષના ઘર અને ઓફિસમાં ક્રાઇમ બ્રાન્ચે સર્ચ કરીને બેન્ક એકાઉન્ટ અને મિલકતને લઈને તપાસ શરૂ કરી.