બાલવાટિકા તેમજ નવી શિક્ષણ નીતિને લઇ ગુજરાતની ખાનગી-સરકારી સ્કૂલોને મહત્વનો આદેશ, પરિપત્ર જાહેર

ધોરણ 1 ના વર્ગો ચાલતા હોય તેવી તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ 2023 - 24 થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રાથમિક શાળામાં બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળાના પરિસરમાં કરવાની રહેશે.

બાલવાટિકા તેમજ નવી શિક્ષણ નીતિને લઇ ગુજરાતની ખાનગી-સરકારી સ્કૂલોને મહત્વનો આદેશ, પરિપત્ર જાહેર

અતુલ તિવારી/ગાંધીનગર: રાજ્યની આવેલી સરકારી તથા અનુદાનિત શાળાઓને બાલવાટિક શરૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ધોરણ 1 ના વર્ગો ચાલતા હોય તેવી તમામ શાળાઓને શૈક્ષણિક વર્ષ 2023 - 24 થી બાલવાટિકાના વર્ગો શરૂ કરવાના રહેશે. પ્રાથમિક શાળામાં બાલવાટીકાની રચના પ્રાથમિક શાળાના ભાગ તરીકે જે તે શાળાના પરિસરમાં કરવાની રહેશે.

સ્વનિર્ભર શાળાઓમાં પણ સરકાર નિયત કરે તે વર્ષથી બાલવાટિકાના વર્ગો ફરજિયાત શરૂ કરવાના રહેશ. 1 જૂનના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવાનો રહેશે, ત્યારબાદ છ વર્ષ પૂર્ણ કરનાર બાળકને ધોરણ 1માં પ્રવેશ અપાશે. આ સાથે જ શાળાકીય માળખું 5+3+3+4 મુજબ કરવા અંગે પણ ઠરાવ કરાયો છે. બાળક 3 વર્ષનું થાય ત્યારબાદ શરૂઆતના બે વર્ષ આંગણવાડી, 5 વર્ષનું થાય એટલે બાલવાટિક અને ત્યારબાદ 6 વર્ષના બાળકને ધોરણ એકમાં પ્રવેશ આપી શરૂઆતના 5 વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા રહેશે.

રાજ્યમાં બાલવાટિકા શરૂ કરવાને લઈ સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. સરકારી, ખાનગી સ્કૂલોએ પોતાના કેમ્પસમાં જ બાલવાટિકા શરૂ કરવાની રહેશે તેમજ ધોરણ 1માં 6 વર્ષે થયા બાદ જ પ્રવેશ આપવાનો રહેશે જે બાબતે નવી શિક્ષણ નીતિને લઈને પણ શિક્ષણ વિભાગનો પરિપત્ર બહાર પાડ્યો છે. 5 વર્ષની ઉમંરથી 6 વર્ષ સુધી આપવામાં આવતું શિક્ષણ બાલવાટિકા તરીકે ઓળખાશે તેમજ પ્રાથમિક શાળામાં જ બાલવાટિકા શરૂ કરવામાં આવશે તેવું પરિપત્રમાં જણાવ્યું છે. 

1 જૂન 2023ના રોજ 5 વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ મળશે. તેમજ 1 જૂન 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકને જ પહેલા ધોરણમાં પ્રવેશ મળશે તેમજ બાલવાટિકામાં PTC, ડિપ્લોમા, બીએડ શિક્ષકોની નિમણૂક કરી શકાશે. બાલવાટીકા માટે PTC કરેલા શિક્ષકોને રાખી શકાશે.

નવી શિક્ષા નીતિ
તમને જણાવી દઈએ કે, નવી શિક્ષા નીતિ અનુસાર 5+3+3+4 મુજબનું શાળાકીય માળખુ રહેશે. તેમજ પ્રથમ 5 વર્ષ પૂર્વ પ્રાથમિક, 3 વર્ષ પ્રારંભિક શિક્ષણ,3 વર્ષ ઉચ્ચ પ્રાથમિક અને ત્યારબાદ 4 વર્ષ માધ્યમિક શિક્ષણ રહેશે.

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news