India vs Australia Ahmedabad Test Match : એક દિવસ પહેલા અમદાવાદના મોટેરાના નમો સ્ટેડિયમમાં અમદાવાદ ભારત વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત થઈ. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહ્યા હતા. આ મેચ આખી દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહી. પરંતું આ વચ્ચે ગુજરાતમાં હજારો લોકોને ઓડિયો-વીડિયો મેસેજ અને કોલ મળ્યા હતા. તેમજ એક વીડિયો પણ વાયરલ થયો. આ પાછળ ખાલિસ્તાનીઓનું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. ખાલિસ્તાનવાદી ગુરપરવંતસિંહ પન્નુએ ધમકી વાયરલ કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ યુનિટને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાલિસ્તાન તરફી જૂથ દ્વારા #INDvAUS મેચમાં વિક્ષેપ પાડવાની ધમકીઓનો મામલે ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલ યુનિટને મોટી સફળતા હાથ લાગી છે. મધ્યપ્રદેશમાંથી બે આરોપીઓ પકડાયા છે. સીમ બોક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મેચ પહેલા ગુજરાતીઓને મોબાઈલ પર ધમકીઓ આપવામાં આવી હતી. PM મોદી અને AUS PM અમદાવાદમાં હતા ત્યારે જ ધમકીઓ આપવામાં આવી રહી હતી, ત્યારથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લોકેશન ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. મધ્યપ્રદેશ, યુપી, બિહાર અને પંજાબના અલગ-અલગ સ્થળોએથી લોકેશન મળી રહ્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી અલગ-અલગ ફેક ટ્વિટર હેન્ડલ દ્વારા ધમકીઓ પણ આપવામાં આવી હતી. આખરે મધ્યપ્રદેશના સતના અને રીવામાંથી ગેરકાયદેસર એક્સચેન્જ થયેલા ઝડપાયા છે. 


દીકરીની ડોલી પહેલા અરમાનોની અર્થી ઉઠી, 4 દી’ પછી જેના લગ્ન હતા તે દુલ્હાનું મોત


શું મેસેજ વાયરલ થયા હતા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન તોફાન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ બાદ એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. લોકોને મળેલા ધમકીભર્યા મેસેજની તપાસ કરવામાં આવી હતી. સાથે જ કોલને લઈને પણ તપાસ કરાઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મેસેજ યુએસ સ્થિત વકીલ અને શીખ્સ ફોર જસ્ટિસના વડા ગુરપરવંતસિંહ પન્નુ દ્વારા કરવામા આવ્યા હતા. બલ્ક મેસેજ અને પૂર્વ રેકોર્ડ કરેલા કોલ વાયરલ કરાયા હતા. આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, અમે રેકોર્ડિંગનું તપાસ કરતા જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં અવાજ પન્નુનો છે. આવા મેસેજ કરવાનો હેતુ ભારત ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા ભયનો માહોલ પેદા કરવાનો હતો. 


ગુજરાતનું આ મંદિર દિવસમાં બે વાર ગાયબ થઈ જાય છે, રહસ્યો અને ચમત્કારોથી ભરેલું છે


શું હતું મેસેજમાં
પન્નુના પ્રી-રેકોર્ડેડ વીડિયોમાં સામે આવ્યું કે, ગુજરાતના લોકોને 9 માર્ચના રોજ ઘરમાં રહો અને સુરક્ષતિ રહો તેવા મેસેજ મળ્યા હતા. કારણ કે, ખાલિસ્તાન તરફી શીખો નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં હુમલો કરશે. અને ખાલિસ્તાનનો ધ્વજ ફરકાવશો. ખાલિસ્તાન તરફી શીખો અને ભારતીય પોલીસ વચ્ચે તમે બલીનો બકરો ન બનતા. જ્યારે પન્નુએ રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ કરી કરી હતી. આ મેસેજમાં ખાલિસ્તાન આંદોલનમાં માર્યા ગયેલા લોકોના ફોટો પણ શેર કરાયા હતા. તેમજ ખાલિસ્તાન અલગ રાજ્ય હોવું જોઈએ તેવી માંગ પણ કરાઈ હતી. 


અમદાવાદીઓના 40 કરોડ રૂપિયા થશે સ્વાહા, નવો નક્કોર હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે?