મૌલિક ધામેચા/અમદાવાદ: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હથિયારના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીએ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં વેચવાનો પ્લાન બનાવ્યો હતો પણ હથિયારોનો સોદો થાય તે પહેલા જ આરોપીને ઝડપી પાડ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weather: આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી


પોલીસની કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓ પાસેથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 પિસ્ટલ સહિત 7 હથિયાર અને 15 કારતુસ કબ્જે કર્યા છે. આરોપી શાદાબઆલમ શેખ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં રહે છે. આરોપી ઉત્તર પ્રદેશના કાનપુરથી તમામ હથિયારો લાવી અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. 


મોદી સરકારના સંકટમોચકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને ભરાવ્યા,સરકારને ખેંચી ગયા કોર્ટમાં


આરોપીની સાથે રબનવાઝખાનની પણ ધરપકડ કરવામાં આવી છે, તેની પાસે બે હથિયાર મળી આવ્યા હતા. આરોપી રબનવાઝખાનની પૂછપરછ દરમ્યાન આ બંને હથિયારો શાદાબઆલમે આપ્યા હોવાનું ખુલ્યું અને વધુ તપાસ કરતા બીજો આરોપી પણ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી શાદાબ આલમ કાનપુરથી પિસ્ટલ 15 હજાર રૂપિયામાં લાવીને 35 હજાર રૂપિયામાં વેચવાનો હતો. 


ભૂમિકા વશિષ્ઠે પૈસા માટે કપડાં ઉતારી વીડિયો બનાવ્યા, આ પ્રાઈવેટ વીડિયોએ તો મચાવી ધૂમ


એટલું જ નહીં પણ આ હથિયાર સૌરાષ્ટ્રમાં વેચવાનો હતો. પ્રાથમિક તપાસમાં એ હકીકત પણ સામે આવી કે હથિયાર ખરીદનાર ગ્રાહકો પોતાની દુશ્મનાવટ અને મોજ- શોખ તેમજ  રોંફ જમાવવા માટે આ હથિયાર ખરીદવાના હતા. આરોપી આ હથિયાર યુપીથી લક્ઝરી બસમાં લાવ્યો હોવાની પણ બાબત સામે આવી છે.


શું મહિલાઓને મોદી સરકાર દર મહિને આપશે 5100 રૂપિયા, એપ્લાય કરતા પહેલા જાણો વિગત


હવે પોલીસ એ બાબતે તપાસ શરૂ કરી છે કે હથિયાર ખરીદનાર કોણ હતા.સાથો સાથ યુપીમાંથી આ હથિયાર આરોપીઓને કોણે આપ્યા હતા. આરોપીઓ આ પહેલા કેટલા હથિયારો યુપીથી લાવીને ગુજરાતમાં વેચી ચૂક્યા  છે તે તમામ બાબતે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.