Gujarat Weather: આગામી 12 કલાકમાં શું ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું? જાણો આ ભયંકર આગાહી
Gujarat Weather: હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક બાદ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના પુરેપુરી છે. અત્યારે દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે.
Trending Photos
Gujarat Weather: ગુજરાત પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઉભુ થયું છે. આ સંકટનું નામ છે બિપોરજોય વાવાઝોડું. આગામી 12 કલાકમાં આ ડીપ્રેશન વાવાઝોડામાં સક્રિય થાય તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિમ પૂર્વ અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે દરિયાકિનારાના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તાકાતને લોકો હજી પણ ભૂલ્યા નથી. ત્યારે બિપોરજોયથી લોકોમાં ફરી ભય પેદા થયો છે. બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, આ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકશે કે નહિ તે તેના સરક્યુલેશન લો પ્રેશર બાદ જ ખબર પડશે. તેના પર હાલ સતત નજર રાખી રહ્યાં છે. તેના બાદ જ કોઈ ચોક્કસ આગાહી કરી શકીશું. જોકે, આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય તેવી સંભાવના ઓછી છે. કારણ કે એ ફંટાઈને ઓમાન તરફ જશે પણ 11મી બાદ ગુજરાતમાં વરસાદ આવે તેવી સંભાવનાઓ પૂરી છે. હાલમાં આ ડિપ્રેશન વાવાઝોડામાં ફેરવાશે. જો લક્ષદ્રીપની નજીક આ ડિપ્રેશન સર્જાયું હોત તો ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના હતી. હાલમાં આ ડિપ્રેશન ઘણું દૂર છે. વાવાઝોડું ગુજરાતને ટકરાય તેવી ઓછી સંભાવનાઓ વચ્ચે આગામી દિવસોમાં આ અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના પુરેપુરી છે. અત્યારે દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હાલમાં તમામ પૉર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવાયુ છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે, ગુજરાતમાં 9 અને 10 જૂને વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં છે. આ સિવાય સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગર અને અમરેલીમાં પણ ગાજવીજ સાથે પવન સાથે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટીની સંભાવના છે. સરકારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારાના તમામ બંદરો પર 1 નંબરનું સીગ્નલ અપાયું છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગે બિપોરજોય વાવાઝોડાને લઈને એક મહત્ત્વની જાણકારી આપી છે. જે અનુસાર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે આજે 06મી જૂન, 2023 ના IST 05.30 કલાકે કેન્દ્રિય છે અને અક્ષાંશ 11.3°N નજીક છે અને રેખાંશ 66.0°E છે. ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 920 કિમી, મુંબઈથી 1120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 1160 કિમી દક્ષિણે અને 1520 કિ.મી કરાચીના દક્ષિણે તે લગભગ ઉત્તર તરફ આગળ વધશે અને પૂર્વ મધ્ય અરેબિયનમાં આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
વાવાઝોડું ક્યારે ત્રાટકશે
અરબી સમુદ્રમાં સાયક્લોનિક સિસ્ટમ બનવાની છે. આ સાયક્લોનિક સિસ્ટમને બિપોરજોય નામ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. બિપોરજોય વાવાઝોડું ગુજરાત પાસે આવી રહ્યું છે. પણ રાહતના સમાચાર એ છે કે, આ વાવાઝોડું ગુજરાતના દરિયા પર નહિ ટકરાય. બિપોરજોય વાવાઝોડું પાકિસ્તાન બાજુ ફંટાશે. ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠાને બાયપાસ કરીને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી શક્યતા છે. 10 જુને આ વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થશે અને 12 જુને તે પાકિસ્તાનમાં ટકરાશે. પરંતુ ચક્રવાતની હાજરીને કારણે તેની ગુજરાત પર મોટી અસર જોવા મળી શકે છે.
ગુજરાતમાં ક્યાંથી પસાર થશે વાવાઝોડું
12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. વાવાઝોડું 13 જુનના રોજ ગુજરાતના દરિયાકાંઠે પહોંચી જશે તેવી શક્યતા છે.
હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર, 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જેના બાદ 12 થી 14 જુન વચ્ચે ચક્રવાત આવશે. હાલ ચક્રવાતની તમામ હિલચાલ પર નજર રાખવામા આવી રહી છે. સાથે જ ચક્રવાતની તીવ્રતા કેટલી છે તેના પર પણ ફોકસ કરાઈ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું બાયપોરજોય ચક્રવાત ધીમે ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાત પર શું અસર થશે
ગુજરાત પર વાવઝોડાનો ખતરો કેટલો રહેશે તે વિશે હવામાન વિભાગના ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, હાલ તો અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, આગામી 25 કલાકમાં લો પ્રેશર બનશે અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે. સર્ક્યુલેશન લો પ્રેશર બનશે તે પછી તે વાવાઝોડું બનીને ત્રાટકશે કે નહીં તે નક્કી થતું હોય છે. લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે. લો પ્રેશર બન્યા બાદ તે વાવાઝોડું બનશે કે નહીં બને તે સહિતની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે.
ગુજરાત પાસેથી ચક્રવાત પસાર થવાને કારણે સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે, 13 થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે તોફાની સ્થિતિનું જોખમ છે. જો વાવાઝોડું વિખેરાઈ જાય તો તેના અવશેષો કરાચી, પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે. 12, 13 અને 14 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની તૈયારી કરો. વધુમાં, દરિયાકાંઠે 50 થી 100 કિમી સુધીના પવનની ઝડપની અપેક્ષા રાખો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે