ઝી બ્યુરો/સુરત: ડીંડોલી વિસ્તારમાં 5 વર્ષના બાળકના અપહરણ પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચના હાથે સફળતા લાગી છે. બાળકના પિતા દ્વારા જ તેના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાત બહાર આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. બાળકના પિતાનું રૂપિયા 9 લાખનું દેવુ થઈ જતા તેના સસરા પાસેથી આ રકમ વસૂલ કરવાના ઇરાદે બાળકના અપહરણનું આખેઆખુ ષડયંત્ર રચી કાઢ્યું હતું. આ ષડ્યંત્રમાં આરોપીની બહેન પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ! શું ગુજરાતના આ વિસ્તારો પાણી-પાણી થઈ જશે? લેટેસ્ટ આગાહી


સુરતના ડિંડોલી ગોવર્ધનનગરમાં રહેતા તારાચંદ પાટિલ શનિવારે બપોરે ત્રણ વાગ્યે પત્ની માયાબેન તથા ત્રણ સંતાનો વિવેક , વિજય અને વૈષ્ણવી સાથે ડિંડોલી જીજ્ઞાનગરમાં સાસરીમાં ગયા હતા. રાત્રે સાડા નવેક વાગ્યે જમવાનો સમય થતાં બહાર રમી રહેલા બાળકોને પરિવારના સભ્યોએ બોલાવ્યા હતા ત્યારે પાંચ વર્ષનો વિજય જોવા મળ્યો ન હતો. પરિજનોએ આસપાસ શોધખોળ ચલાવવા છતાં પણ તેની ભાળ નહિ મળતાં મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો. 


હરિયાણામાં પાર્ટી અધ્યક્ષની નિમણૂક બાદ ગુજરાતને ક્યારે મળશે નવા પ્રદેશ પ્રમુખ? ચર્ચા


પોલીસે સીસીટીવી ચેક કરતાં બાળક સોસાયટીની બહાર જતું દેખાતું નહિ હોઈ આખી સોસાયટીના બંધ તથા ખુલ્લા મકાનો ચેક કરવાની સાથે આસપાસ આવેલા નાળા, ગટર અને ખાબોચિયા સુધ્ધાં ચકાસી લીધા હતા. વારંવાર સીસીટીવી ચેક કરતાં બાળક એક રિક્ષામાં દેખાઈ આવ્યું હતું. બાળકનું અપહરણ કરી જવાયાની શંકા પ્રબળ બની હતી. પરંતુ અપહરણનું કોઇ ચોક્કસ કારણ સ્પષ્ટ થતું ન હતું. 


આ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી


બીજી તરફ યુવકનો પિતાની કેટલીક હરકત શંકાસ્પદ જણાઈ આવતાં ડીડોલી પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમા અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેની તપાસ શરૂ કરી હતી. ક્રાઇમબ્રાંચ દ્વારા સીસીટીવી ચેક કરાવતા પિતા અન્ય બાળક ને બતાવતો હતો. જેથી પોલીસ ને પિતા ઉપર શંકા ગઈ હતી. પોલીસે કુનેહપૂર્વક પૂછપરછ કરતાં તે ભાંગી પડયો હતો. પોતાની બહેનને ભૂસાવળથી બોલાવી આ બાળકને અપહરણ કરી જવા જણાવતાં તે સુરત આવી હતી અને પાંચ વર્ષીય બાળકનું અપહરણ કરીને જતી રહી હતી. બાળક ભૂસાવળ હોવાની માહિતી મળતાં જ પોલીસની સંયુક્ત ટીમ ત્યાં દોડી ગઇ હતી અને અપહૂતન મુક્ત કરાવવા ભૂસાવળમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સુરતમાં બાળકના પિતાની ધરપકડ કરાઈ હતી. 


પાટીદાર-ક્ષત્રિય બાદ કોળી-ઠાકોર સમાજ મેદાને, આ નેતાઓમાંથી કોઈ એકને CM બનાવવા માંગ


પોલીસ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તારાચંદ પાટીલ ને રૂ 9 લાખનું દેવું થઈ ગયું હતું.જેને લઈને પત્ની સાથે અવારનવાર આર્થિક સકડમણને લઈ પત્ની સાથે મન દુઃખ રહેતું હતું. જેથી સસરા પાસે દેવા ચૂકવના ના પૈસા લઈ અને પત્ની ને સબક શીખવાડવા માટે આ ષડ્યંત્ર રચ્યું હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે. હાલ તો આરોપી અને તેની બહેન ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.