આ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Updates: ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી છે. તેમના જણાવ્યા અનુસાર, આજથી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા રહેતા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. રાજ્યમાં 17 થી 24 જુલાઈ દરમ્યાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 17થી 24 જુલાઇ વચ્ચે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પૂરની સ્થિતી જોવા મળી શકે છે. પવનની ગતિ 30 કી.મી પ્રતિ કલાકથી 50 કી.મી. પ્રતિ કલાકની રહેશે. તેમજ 17થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આહવા, ડાંગ અને વલસાડમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ નહિ થવાનું કારણ અરબ સાગરનો ભેજ નબળો છે. હાલમાં ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર ઉત્તર ભારત તરફ કાર્યરત છે જે વરસાદ લાવશે. 12 થી 14 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં ગ્રહો કાર્યરત રહેશે. 15 જુલાઈ સુધી પવન વાહક ગ્રહો હોવાથી બંગાળાના ઉપસગારના હલચલ લાવશે. જેની અસર ગુજરાત સુધી થશે. 17 થી 18 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો આ કારણે 19 થી 24 જુલાઈ ગુજરાતના વરસાદ થશે. કેટલાક ભાગોમાં આ સમયે ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં મધ્યમથી વધુ વરસાદની શક્યતા છે. તો ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ,અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને ગોધરામાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવાનો છે. તંત્રએ પણ એના માટે સતર્કતાની તૈયારીઓ કરી લીધી છે. ખાસ કરીને કેટલાંક જિલ્લાઓમાં તો ભારે જળસંકટ ઉભી થઈ શકે છે. આ અમે નથી કહી રહ્યાં પણ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી આ સંકેત આપી રહી છે. તારીખો લખી લેજો, હાલત ખરાબ થવાની એ નક્કી જ છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હાલ જે પ્રકારેનો વેધર મેપ છે એ જોતા રાજ્યના કેટલાં જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ સંભાવના છે. જેને કારણે તે જિલ્લાઓ પર મોટું સંકટ ઉભું થયું છે. તંત્ર પણ આ જિલ્લાઓમાં અત્યારથી બચાવ કામગીરી માટે ટીમો સ્ટેન્ડ બાય રાખી રહ્યું છે.
તમે પણ તારીખ નોંધી લેજો, અને જરૂર વિના ઘરની બહાર ના નીકળતા. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, આ વખતે વરસાદ તોફાની બનશે. નવો રાઉન્ડ શરૂ થતા જ ભુક્કા બોલાવશે વરસાદ. આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યો દિવસ વધુ ભારે હશે તે અંગે પણ તેમણે વિગતવાર માહિતી આપી છે તે પણ જાણીશું. થોડા વિરામ બાદ ફરી ધોધમાર પડવાના મૂડમાં છે મેઘરાજા.
વરસાદી મેપ એ દિશામાં ઈશારો કરી રહ્યાં છે. છેલ્લાં બે-ચાર દિવસથી સામાન્ય વરસાદ પડતો હતો. પણ આજે સાંજથી ગુજરાતમાં ભારે વરસાદની સિસ્ટમ એક્ટીવ થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં તો ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ થઈ ચુકી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં વરસાદના રાઉન્ડની આગાહી કરી છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે, આ વરસાદી રાઉન્ડ દરમિયાન ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ક્યો દિવસ વધુ ભારે હશે.
રાજ્યમાં 9થી 11 જુલાઇ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, રાજ્યના જે વિસ્તારો વરસાદથી બાકાત હતા અથવા વરસાદથી વંચિત હતા ત્યાં 9થી 11 તારીખના સેશનમાં સારા વાવણીલાયક વરસાદની શક્યતાઓ છે. 9, 10 અને 11 જુલાઇ એમ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાનો છે. સૌથી વધારે વરસાદ 10 જુલાઇના રોજ જોવા મળે તેવું અનુમાન છે. જેમાં સૌથી વધુ તીવ્રતા દક્ષિણ ગુજરાતમાં જેવા મળે તેવી શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાત, મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વધારે તીવ્રતા જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, બારડોલી, ડાંગ, આહવામાં ત્રણ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. અમુક જગ્યાએ ગાજવીજ અને પવનની ગતિ સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ જોવા મળશે. જ્યારે મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં સારા વરસાદની શક્યતાઓ છે. એકાદ-બે સેન્ટર એવા હશે જ્યાં અતિભારે સ્પેલ થઇ જાય. 10 જુલાઇના રોજ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે.
કચ્છ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થશે. કચ્છમાં અતિ તીવ્રતા જોવા નહીં મળે. સૌરાષ્ટ્રમાં પણ 9થી 11માં સાર્વત્રિક વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ જોવા નહીં મળે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં અતિભારે હશે, પણ મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદ હશે. વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક હશે. આ રાઉન્ડ બહુ લાંબો નહીં ચાલે. 12 તારીખથી હવામાન ખુલ્લુ થવા માંડશે. જ્યારે આ ત્રણ દિવસમાં 10 તારીખે વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે.
અત્યાર સુધી ગુજરાતના જે-જે જિલ્લાઓમાં સાવ કોરું હતું, વરસાદ નહોંતો ત્યાં પણ વાવણીલાયક સારો વરસાદ થશે. એક પ્રકારે હવે સાર્વત્રિક વરસાદ જ થશે. પણ આ સાથે જ કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કારણે સ્થિતિ વિકટ બની શકે છે. તેની આગાહી કરાઈ છે. થોડા વિરામ બાદ હવે ફરી એકવાર ધુઆંધાર બેટિંગ કરવા માટે તૈયાર છે મેઘરાજા. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સિસ્ટમ હવે સક્રિય થઈ ગઈ છે.
દક્ષિણ ગુજરાતને છોડીને ક્યાંય વરસાદ નથી આવી રહ્યો. કેટલાક જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ છે. ત્યારે આવામાં ગુજરાતીઓ વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે આજે પણ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કુલ 11 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી છે. તો તાપી, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નવસારીમાં વરસાદ આવશે. સોમવારે ગુજરાતના 58 તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે... ત્યારે કચ્છના ભુજ અને નખત્રાણામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
સાયક્લોનિક સરક્યુલેશન ગુજરાતમાં વરસાદ લાવશે
ગુજરાત મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટ્યું છે. આવી સ્થિતિમાં ચોમાસાને લઇને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ચોમાસાની ધરી ગુજરાતની નજીક આવી ગઇ છે. બીજી બાજુ, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ-શોર ટ્રફ છે. જ્યારે ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળે છે. આટલું જ નહીં, ઉત્તર પૂર્વ અસમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી એક ઓફ-શોર ટ્રફ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ઠેર-ઠેર ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઓફ-શોર ટ્રફ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘ મહેર કરી શકે છે. એટલું જ નહીં, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં 8-8 ઈંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે. ઉપરાંત રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ-બે દિવસમાં ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે છે.
વરસાદી ટ્રફ લાઈન ગુજરાતના માથા પર
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં દરિયો પણ તોફાની બનશે. તેથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાત તરફ ઓફ સ્યોર ટ્રફ સક્રિય થતાં વરસાદની આગાહી છે. એક વરસાદી ટ્રફ લાઇન ઉત્તર પ્રદેશથી ગુજરાત તરફ છે જેને ભારે વરસાદ આવશે. આ દિવસોમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો આ દિવસોમાં પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે.
Trending Photos