ઉદય રંજન/અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ફાયરિંગ કરી આત્મહત્યા મામલે ગુનાનો ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલાયો છે. સ્મિત ગોહિલ નામના શખ્સે ગઈ તારીખ 29મી ઓકટમ્બરના મૃતક સ્મિત ગોહિલ અને યશ રાઠોડે 20 લાખ રૂપિયાની લેતીદેતીમાં પોતાના મિત્ર રવિન્દ્ર રાઠોડની ગોળી અને છરીના ઘા મારી હત્યા કર્યા બાદ લાશ સળગાવીને ફરાર થઇ ગયા હતા. આ કેસમાં સંડોવાયેલા સ્મિત ગોહિલે પોલીસના હાથે પકડાઈ જવાના ડરના કારણે 30મી ઑક્ટ્બરની રાત્રે પોતાના ઘરેથી નીકળીને દેશી તમંચાથી પોતાની જાતે છાતીના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી કદી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગર્લફ્રેન્ડ શું મેસેજ કર્યો હતો
મિત્ર રવિન્દ્ર લુહારના હત્યા કેસમાં સંડોવાયેલ સ્મિત ગોહિલે આત્મહત્યા કર્યા પહેલા પોતાની ગર્લફ્રેન્ડને વૉટ્સઍપમાં બે મેસેજ કર્યા હતા. પહેલો મેસેજ 31મી ઓક્ટોબરના વાગ્યા 12:52 AM કલાકે I LOVE YOU લખેલો હતો અને બીજો મેસેજ 31મી ઓક્ટોબરના વાગ્યા 12:53 AM કલાકે અને JAAN સોરી YAAR લાઈફ એટલે હેરાન કરે છે એવો કર્યો હતો. 


શું છે પુરાવા?
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ બે મેસેજથી નક્કી કરી લીધું હતું કે સ્મિત ગોહિલએ આત્મહત્યા કરી છે. આ એક પુરાવાની સાથે સાથે અન્ય પુરાવા પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મળ્યા હતા. જેમાં રિવરફ્રન્ટમાં પ્રવેશવા સીસીટીવીમાં મૃતક સ્મિત ગોહિલ એકલો જ જતા દેખાય છે. સાથે જ મૃતક સ્મિત ગોહિલના હાથમાં ગન પાવડર પણ મળી આવ્યો હતો અને એફએસએલમાં તપાસ કરાવતા સ્મિત ગોહિલને વાગેલી ગોળીની દિશાથી પણ સાબિત થઇ રહ્યું છે કે ગોળી સ્મિત ગોહિલ એ જાતે જ પોતાને મારી છે. સાથે જ સ્મિત ગોહિલને છાતીના ભાગે ગોળી વાગે છે ત્યાં PMના રિપોર્ટ આ સળગી ગયાના પુરાવા મળ્યા છે, આવું ત્યારે જ શક્ય છે જ્યારે ગોળી એકદમ નજીકથી મારવામાં આવે છે. આ સહિત ટેકનિકલ એનાલિસિસના આધારે પણ પુરવાર થઇ રહ્યું છે. 


યુવકની પૂછપરછ કરતા સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદના રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલ નામના યુવકની ગોળી મારેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે કેસમાં તપાસમાં તેણે જ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. વિરમગામમાં 29 મી ઓકટમ્બરની રાત્રે બનેલી એક હત્યા કેસમાં પણ આ જ પ્રકારે ગોળી મારીને લાશને સળગાવી નાખવામાં આવી હોય જેથી બંને કેસની તપાસ કરતા સ્મિત ગોહિલ પોતાના ખોવાયેલા મિત્રને શોધવા માટે ઘરેથી નીકળ્યો હોય ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ કરતા તે યુવકનું નામ રવિન્દ્ર લુહાર હોવાનું સામે આવ્યું હતું. ઊંડાણપૂર્વક તપાસ કરતા ગોહિલ અને રવીન્દ્ર લુહાર તેમજ યશ રાઠોડ નામના ત્રણેય મિત્રો હોય જેથી ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ કરી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે યસ રાઠોડની ધરપકડ કરી હતી. જે યુવકની પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.


15 હજાર રૂપિયામાં પિસ્તોલ ખરીદી હતી
યશ રાઠોડ અને સ્મિત ગોહિલ જુના મિત્રો હોય અને રવિન્દ્ર લુહાર પણ તેઓનો મિત્ર હોય ગોહિલ અને યશ રાઠોડ એ રવિન્દ્ર લુહાર પાસેથી બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા જોકે તે રૂપિયાની અવારનવાર રવિન્દ્ર ઉઘરાણી કરતો હોવાથી કંટાળીને સ્મિત ગોહિલ અને યશ રાઠોડ એ ભેગા મળીને રવિન્દ્રની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને અમદાવાદમાં ભાડેથી કાર મેળવી તેમજ મધ્યપ્રદેશના એક યુવક પાસેથી 15 હજાર રૂપિયામાં પિસ્તોલ ખરીદી હતી અને રવિન્દ્રને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવા જવાના છે, તેવું કહીને અમદાવાદથી કારમાં લઈને નીકળ્યા હતા. તે પહેલા કારમાં બ્લેક ફિલ્મ લગાવી હતી અને કારનો નંબર પ્લેટ પર કાઢી નાખી હતી. વિરમગામ ગ્રામ્ય વિસ્તારમાં નર્મદા કેનાલ પાસે પહોંચતા રવિન્દ્ર બાથરૂમ જવા માટે ગાડીમાંથી ઉતર્યો અને તે સમયે જ સ્મિત ગોહિલે તેને પાછળથી ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો જોકે જે બાદ પણ રવિન્દ્ર જીવતો હોય સ્મિત ગોહિલે ગાડીમાંથી ચપ્પુ કાઢી રવિન્દ્રને હુમલાઓ કર્યા હતા અને જે બાદ તેની હત્યા તથા લાશનો નિકાલ કરવા અને તેની ઓળખ ન થાય તે માટે પેટ્રોલ છાંટી તેને સળગાવીને ગોહિલ અને યશ રાઠોડ અમદાવાદ પરત આવી ગયા હતા.


પ્રેમિકાને મેસેજ કર્યા બાદ જિંદગી ટૂંકાવી
જે બાદ સ્મિત ગોહિલ પોતે પણ રવિન્દ્ર લુહાર ની શોધખોળમાં પરિવાર સાથે જોડાયો હતો. જો કે, અમુક જગ્યા ઉપર સીસીટીવી ફૂટેજમાં પોતે રવિન્દ્ર સાથે દેખાતો હોવાથી તેને ક્યાંક ને ક્યાંક પોતે પકડાઈ જ જશે અને પોલીસથી બચી શકશે નહીં તેવો ડર સતાવતો હતો જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો અને બીજા દિવસે રાતના સમયે તે યશ રાઠોડ પાસેથી લાવીને રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતો અને પાસે જઈને પોતાની પ્રેમિકાને મેસેજ કર્યા હતા અને જે બાદ પોતાની જાતે પિસ્તોલથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હતી.