ચિરાગ જોશી/ડભોઈ :વડોદરાના ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે ગુરુવારે રાત્રે ધિંગાણું થયું. જૂથ અથડામણ થતા ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. જેમને સારવાર માટે રેફરલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામના કેટલાક લોકોને શંકા હતી કે એક ટેમ્પોમાં ઢોરને ભરીને લઈ જવામાં આવી રહ્યા છે. શકમંદ ટેમ્પોને રોકવાનો પ્રયાસ કરતા તે રોકાયો નહોતો. આ ટેમ્પો સિંધિયાપુરા ગામમાં પ્રવેશતા જૂથ અથડામણ થઈ હતી..જેમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર ગઈ હતી. પરંતુ ટોળાએ પોલીસનો પણ ઘેરી લેતા સમગ્ર વડોદરા જિલ્લાની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. હાલ પોલીસે 6 જેટલા શકમંદોની ધરપકડ કરી છે. હાલ ગામને પોલીસ છાવણીમાં ફેરવી નાખવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : રાશિફળ 27 ઓગસ્ટ: સફેદ ઘોડાની જેમ આજે આ 5 રાશિવાળાઓની કિસ્મત ચમકશે


ડભોઇ તાલુકાના સિંધિયા પુરા ગામે ગઇકાલે રાત્રિના સમયે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમની જો વાત કરવામાં આવે તો, ગઇકાલે રાત્રિના સમયે ગૌરક્ષકોને એક અંગત બાતમીદારો દ્વારા ચોક્કસ માહિતી મળી હતી કે, ઢોરો ભરેલો એક ટેમ્પો ડભોઇ તરફ આવી રહ્યો છે. ચોક્કસ માહિતીના આધારે સરીતા ફાટક પાસે ઉભા હતા તે દરમિયાન ઢોર ભરેલો ટેમ્પો આવતા તેને ઉભા રાખવા કહ્યું હતું. પરંતુ ચાલકે ટેમ્પો ઉભો ન રાખ્યો અને સિંધિયા પુરા ગામ તરફ જતો રહ્યો હતો. જેથી ગૌરક્ષકો દ્વારા ગામમાં પ્રવેશતા જ બે જૂથ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : Kabul Airport Attack બાદ અમેરિકા ગુસ્સે ભરાયું, આતંકીઓને પરિણામ ભોગવવાની ચેતવણી આપી


સમગ્ર બાબતની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર ગઈ હતી. પરંતુ ટોળા દ્વારા પોલીસનો પણ ઘેરાવ કરતા સમગ્ર વડોદરા જિલ્લાના પોલીસ સ્ટેશનોમાંથી કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. હાલ પોલીસે 6 જેટલા શકમદોની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે ગામમાં કોમ્બિગ પણ હાથ ધર્યું છે. ઇજાગ્રસ્તોને એક ટોળા દ્વારા લાકડીના ફટકા તેમજ લોખંડની વસ્તુ મારતા હાલ પોલીસે અન્ય લોકોની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સાથે જ સમગ્ર સિંધિયા પુરા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.