Kabul Airport Attack બાદ અમેરિકા ગુસ્સે ભરાયું, આતંકીઓને પરિણામ ભોગવવાની ચેતવણી આપી
કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલા બાદ અમેરિકા ગુસ્સે ભરાયું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને હુમલા માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. પોતાના સૈનિકો અને સામાન્ય અફઘાનિઓના મોત પર ભાવુક થયેલા બાઈડેને કહ્યું કે, ISIS ને તેની કિંમત ચૂકવવી પડશે. આ જખમને અમે નહિ ભૂલીએ. અમે એક-એક આતંકીને પકડીને મોતના ઘાટ ઉતારીશું.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકી હુમલા બાદ અમેરિકા ગુસ્સે ભરાયું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને હુમલા માટે જવાબદાર ઈસ્લામિક સ્ટેટને પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. પોતાના સૈનિકો અને સામાન્ય અફઘાનિઓના મોત પર ભાવુક થયેલા બાઈડેને કહ્યું કે, ISIS ને તેની કિંમત ચૂકવવી પડશે. આ જખમને અમે નહિ ભૂલીએ. અમે એક-એક આતંકીને પકડીને મોતના ઘાટ ઉતારીશું.
ભાવુ થયા અમેરિકન પ્રેસિડન્ટ
મિરરના રિપોર્ટ અનુસાર, કાબુલ એરપોર્ટ પર ગુરુવારે ઉપરાઉપરી ત્રણ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ હુમલામાં 10 અમેરિકન કમાન્ડ સહિત 64 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS એ લીધી છે. જો બાઈડેને કાબુલ હુમલા બાદ દેશને સંબોધન કર્યુ હતું, જેમાં ISIS સામે બદલો લેવાની કસમ ખાધી હતી. આ દરમિયાન તેઓ ભાવુક થયેલા પણ નજર આવ્યા હતા. તેમણે પહેલા માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં આતંકીઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટની સામે ગુરૂવારે સાંજે બ્લાસ્ટ થયો. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સામે જ ગુરૂવારે સાંજે 3 આત્મઘાતી હુમલા થયા. આતંકી સંગઠન ISISના ખુરાસાન ગ્રૂપે હુમલાની જવાબદારી લીધી છે.અમેરિકી રક્ષા મંત્રાલયે પેન્ટાગોનને કહ્યું- ગુરૂવારે હામિદ કરઝાઇ ઈન્ટરનેશનલ એરપોર્ટના અબ્બે ગેટ પર પહેલો બ્લાસ્ટ થયો જેના થોડાં સમય પછી એરપોર્ટ નજીક બૈરન હોટલની પાસે બીજો બ્લાસ્ટ થયો. મળતી માહિતી મુજબ આ હોટલમાં બ્રિટનના સૈનિકો રોકાયા છે. પેન્ટાગોન મુજબ, એરપોર્ટની બહાર ત્રણ સંદિગ્ધ જોવા મળ્યા હતા. જેમાંથી બે આત્મઘાતી હુમલાખોર હતા, જ્યારે ત્રીજો ગન લઈને આવ્યો હતો. કાબુલ એરપોર્ટ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વિસ્ફોટના ધડાકાઓને પગલે ભાગદોડ જોવા મળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 73 જેટલા લોકો ના મોત થયા છે. જેમાં 10 સૈનિકોનો સમાવેશ થાય છે. મૃત્યુઆંક હજુ વધુ તેવી શક્યતા છે. આ વચ્ચે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટને ગઈકાલે જ કાબુલ એરપોર્ટમાં આતંકી હુમલો થશે તેવી શક્યતા દાખવી પોતાના નાગરિકોને હાલ કાબુલ એરપોર્ટ પર નહીં જવાની તેમજ જે લોકો ત્યાં હાજર છે તેઓને તાત્કાલિક ત્યાંથી અન્ય સ્થાને ખસી જવાની સુચના આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે