અરેરાટીભર્યો અકસ્માત : વડોદરામાં પિતાપુત્રએ ટ્રેન નીચે આપઘાત કર્યો, બંનેના માથા કપાયેલા મળ્યાં
વડોદરામાં આત્મહત્યાનો ચકચારી બનાવ બન્યો છે. ઉદ્યોગપતિ પિતા પુત્રએ એકસાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા (suicide) કરી છે. ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રશેશ દલાલે આપઘાત કર્યો. રેલવે પોલીસે (railway accident) બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં આત્મહત્યાનો ચકચારી બનાવ બન્યો છે. ઉદ્યોગપતિ પિતા પુત્રએ એકસાથે ટ્રેન નીચે પડતુ મૂકીને આત્મહત્યા (suicide) કરી છે. ફેક્ટરીના માલિક દિલીપ દલાલ અને પુત્ર રશેશ દલાલે આપઘાત કર્યો. રેલવે પોલીસે (railway accident) બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પાસેના મકરપુરા અને વરાણામા રેલવે ફાટક વચ્ચે મંગળવારના રોજ સાંજે બે મૃતદેહો કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માતનો બનાવ હોવાથી રેલવે પોલીસ પણ દોડી આવી હતી. જ્યાં બંનેના મૃતદેહોને એસએસજી હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે પૂછપરછ કરતા બંને પિતાપુત્ર વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા હોવાનુ ખૂલ્યુ હતું.
આ પણ વાંચો : રાજકોટમાં પોલીસનો ડર નથી રહ્યો, ચાલુ કારમાંથી ફટાકડા ફોડીને બહાર ફેંક્યા, Video
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, લકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલે રેલવે નીચે પડતુ મૂકીને આત્મહત્યા કરી હતી. તેઓ ફેક્ટરી ધરાવે છે. મંગળવારે સાંજે તેઓ ઘરેથી ‘મકરપુરા ટિકિટ લેવા જઈએ છીએ’ તેવુ કહીને ઘરેથી નીકળ્યા હતા. દિલીભાઈનોપુત્ર રશેષ માનસિક બીમાર હતો અપરિણીત હતો. ત્યારે તેમણે કયા કારણોસર આ પગલુ ભર્યું તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.
અકસ્માત સ્થળ પર અરેરાટી ભરાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પિતા પુત્ર બંનેના માથા ધડથી અલગ થઈ ગયા હતા. તો શરીરના માંસના ટુકડા રેલવે ટ્રેક પર પથરાયેલા હતા.