રાજકોટમાં પોલીસનો ડર નથી રહ્યો, ચાલુ કારમાંથી ફટાકડા ફોડીને બહાર ફેંક્યા, Video
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતમાં લોકો હવે બેફોખ બની રહ્યાં છે. પોલીસનો ડર લોકોમાં રહ્યો નથી. એક સમયે શાંતિપ્રિય કહેવાતા આ રાજ્યમાં લોકો હવે જાહેરમાં ગુનો કરતા પણ ડરતા નથી. ગુજરાતના કેટલાક શહેરોમાં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહ્યા છે. આવામાં રાજકોટનો એક ચોંકાવનારો વીડિયો (viral video) સામે આવ્યો છે. જેમાં રસ્તા પર સડસડાટ દોડી રહેલી કારમાંથી ફટાકડા ફોડીને બહાર ફેંકવામા આવી રહ્યા છે. ફટાકડા ફોડનારને જાણે રસ્તા પર ચાલતા લોકોની ચિંતા નથી, તેમ બિન્દાસ્ત રીતે સળગતા ફટાકડા રસ્તા પર ફેંકવામાં આવ્યા છે.
રાજકોટ (Rajkot) શહેરના એસ્ટ્રોન ચોક પાસેનો આ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં લાલ રંગની કાર દેખાઈ રહી છે. જેમા કાર ચાલક સાંજના સમયે ચાલુ કારે રોડ પર ફટાકડા ફોડીને બહાર નાંખી રહ્યો છે. વીડિયોમાં કારમાં સવાર લોકો કારની અંદર ફટાકડા પેટાવીને રોડ પર ફટાકડા ફેંકે છે. આ કારણે રોડ પર જતાં અન્ય વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જ આ પ્રકારનું વર્તન લોકોના જીવ માટે જોખમી બની શકે છે.
રાજકોટવાસી નબીરાઓની નવાબી તો જુઓ! ચાલુ ગાડીમાંથી ફેંક્યા ફટાકડાઓ, રોડ પર જતાં અન્ય વાહનચાલકોમાં જોવા મળ્યો રોષ.... #Rajkot #Firecrackers #Fireworks #Diwali2021 #ZEE24Kalak @CP_RajkotCity @GujaratPolice @SP_RajkotRural pic.twitter.com/XjURGfVVjv
— Zee 24 Kalak (@Zee24Kalak) October 27, 2021
રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકે કારનો પીછો કરીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર પાસિંગની કાર દેખાઈ રહી છે. કાર પર MH 06 AL 1416 નંબર દેખાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે