ચેતન પટેલ, સુરતઃ  ડાયમંડ સીટી, સ્માર્ટ સીટી, સિલ્ક સીટી તરીકે ઓળખાતા સુરતની સૂરત હવે ખરડાઈ રહી છે. કારણ કે દિવસેને દિવસે ગુનાખોરીનો આંક ઉપર જઈ રહ્યો છે. ફરી એક વખત સુરતમાં એકનો ભોગ લેવાયો. પણ આરોપીઓ પોલીસ પકડથી બચી ના શક્યા. કોણ છે એ પાપી હત્યારા જેમણે એક આશાસ્પદ યુવકનો જીવ લીધો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતની સૂરત ખરડવાની ગુનાખોરોએ સોપારી લીધી હોય એવું લાગી રહયું છે.... કારણ કે સતત ગુનાખોરી વધી રહી છે... .હાલમાં જ એક હચમચાવી દેતી ઘટના બની સુરતના નવાગામ બીલીયાનગર સોસાયટીમાં...... અતુલ સોની નામના યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી......આ હીચકારી ઘટના બાદ નાસભાગ મચી ગઈ હતી.....જો કે ઘટનાની જાણકારી મળતા જ ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી...... પોલીસને મળેલી અંગત બાતમીના આધારે ત્રણ શખ્સો ના નામ સામે આવ્યા હતા જેના આધારે તપાસનો રેલો છેક અમદાવાદ સુધી પહોંચ્યો..


આ પણ વાંચોઃ નકલી પાસપોર્ટના આધારે અમદાવાદનો શખ્સ અમેરિકા ગયો, પરત ફર્યો તો ભાંડો ફૂટ્યો


બાતમીનાં આધારે તમામ પોલીસ કર્મચારી એક્શન મોડમાં આવી ગયા હતા અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા અને એમાં પોલીસને સફળતા પણ હાથ લાગી..... ગણતરીના સમયમાં આરોપીનો પોલીસના કબજામાં આવી ગયા. આરોપીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.... અંગત અદાવતમાં હત્યારાઓએ અતુલ પર હથિયાર વડે હુમલો કરી જીવ લઇ લીધો,.,,,હત્યાના ત્રણ ચાર દિવસ પહેલા જે અતુલ સોની છે તેની સાથે આ ત્રણ હત્યારાઓનો ઝઘડો થયો હતો. બોલાચાલી વધુ ઉગ્ર બનતા બબાલ મારામારીમાં પરિણમી હતી. આ જ બબાલની અદાવતમાં હત્યારાઓએ હત્યાને અંજામ આપી દીધો અને તુલનો જીવ લઇ લીધો.


જો કે એ હત્યારો ગમે તેટલા શાતીર હોય પણ ગુજરાતની કાયદો વ્યવસ્થા એટલી પણ પાંગળી નથી. એ વાત ગુજરાત પોલીસે ફરી એક વખત પુરવાર કરી દીધું છે.....આરોપીનાં મનમાં જે પણ હવા ભરી હોય ગુજરાત પોલીસે એ હવાનો ફુગ્ગો ફોડી નાખ્યો છે..... હવે જેલમાં સળિયા ગણશે ત્યારે આરોપીને ખ્યાલ આવશે કે તેમની બુદ્ધિ પર કાટ લાગી ગયો હતો.