નકલી પાસપોર્ટના આધારે અમદાવાદનો શખ્સ અમેરિકા ગયો, પરત ફર્યો તો ભાંડો ફૂટ્યો
અમદાવાદમાં રહેતો એક વ્યક્તિ 50 લાખ રૂપિયા ખર્ચી નકલી પાસપોર્ટના આધારે અમેરિકા પહોંચી ગયો હતો. પરંતુ ત્યાં એક વર્ષ નોકરી કર્યા બાદ તેને કિડનીની બીમારી થઈ હતી. તેણે અમદાવાદ પરત આવવાનો નિર્ણય કર્યો અને એરપોર્ટ પર પહોંચતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
Trending Photos
ઉદય રંજન, અમદાવાદઃ અમદવાદમાં વધુ એક કબૂતરબાજીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ પરથી બોગસ પાસપોર્ટ પર અમેરિકા ગયેલા શખ્સની અમદાવાદ ઇમિગ્રેશન અધિકારીની માહિતીથી અમદાવાદ SOGએ 51 વર્ષીય જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે. 51 વર્ષીય જીતેન્દ્ર પટેલ અમદાવાદના રાણીપના આર્ય વિલામાં રહે છે. ત્યારે વર્ષ 2023માં નરેશ નામના એક એજન્ટનો સંપર્ક કરીને અમેરિકા જવા માટે ની ઈચ્છા દર્શાવી હતી. ત્યારે એજન્ટ નરેશએ દિલ્હી ખાતેના એક સરદારજીનો સંપર્ક કરાવી આપ્યો હતો.
સરદારજીએ 80 વર્ષના એક સુંદરલાલ નામના વૃદ્ધનો બોગસ પાસપોર્ટ બનાવી આપીને બોક્સ વિઝામાં એપ્લાય કરી આપ્યા હતા ત્યારે 10 જ દિવસ માં અમેરિકાના સુંદરલાલના નામના વિઝા મળી ગયા હતા. તેના બદલામાં આરોપી જીતેન્દ્ર પટેલ 50 લાખ જેવી મોટી રકમ ચૂકવી હતી. ત્યારે મે 2023માં જીતેન્દ્ર પટેલ બોગસ પાસપોર્ટ સુંદરલાલના નામ પર અમેરિકા પહોંચી ગયાં હતાં અને સ્ટોરમાં નોકરી કરવા લાગ્યા હતા. બોગસ પાસપોર્ટ સુંદરલાલના નામ વાળો હતો તેનો ત્યાં નાશ કરી નાખ્યો હતો.
જીતેન્દ્ર પટેલ બોગસ પાસપોર્ટ સુંદરલાલના નામ પર અમેરિકા પહોંચી ગયા બાદ એક વર્ષ નોકરી કર્યા દરમિયાન કિડનીની ગંભીર બીમારી થઇ જતા અમેરિકાના ડોકટરને દેખાડવામાં આવ્યું હતું. ત્યાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે કહ્યું હતું જેનો ખર્ચ અઢી થી 3 લાખ ડોલર કહ્યાં હતા. જે ખર્ચ જીતેન્દ્ર પટેલને પોસાય તેમ ન હતો અને ભારતમાં ઓપરેશન સસ્તામાં થઇ જતું હોવાથી કુરિયર મારફતે પોતાનો ઓરિજન પાસપોર્ટ મંગાવીને તેમણે ભારત અમદાવાદ ખાતે પોતાના ઘરે પરત ફરવાનું નક્કી કર્યું હતું. ત્યારે 17મી મે 2024ના રોજ અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા. ત્યારે પોતાના ઓરિજનલ પાસપોર્ટ પર આવ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશનની પ્રક્રિયામાં અધિકારી ચેક કર્યું તો અમેરિકા જવાનો કોઈ સિક્કો નહોતો. ત્યારબાદ તપાસ કરતા કબૂતરબાજીનો પર્દાફાશ થયો હતો.
અમદાવાદ SOGની રિમાન્ડ મેળવ્યા બાદની વધુ પૂછપરછમાં જીતેન્દ્ર પટેલે હકીકત જણાવી હતી કે ગાંધીનગરના એજન્ટ નરેશનો સંપર્ક કર્યો હતો અને નરેશે દિલ્હીના સરદારજીનો સંપર્ક કરાવ્યો હતો. જીતેન્દ્ર પટેલને આધાર કાર્ડ, રેશનકાર્ડ અને બેંકની પાસબુક ડુપ્લીકેટ બનાવી આપી હતી. તેમજ આ તમામ ડોક્યુમેન્ટના આધારે દિલ્હી ઓફિસથી દિલ્હીના જ નામ સરનામા વાળો અને જીતેન્દ્ર પટેલના બદલે સુંદરલાલના નામ વાળો પાસપોર્ટ બનાવી 10 વર્ષના અમેરિકાના વિઝા મેળવી આપ્યા હતા. પોલીસની તપાસમાંએ પણ સામે આવ્યું છે કે જીતેન્દ્ર પટેલના બે સગા ભાઈઓ પણ અમેરિકા રહેતા હતા. હાલ તો એસઓજી પોલીસ ગાંધીનગરના એજન્ટ તેમજ દિલ્હીના સરદારજી નામના શખ્સની શોધખોળ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે