અલ્પેશની ક્રાઇમ કુંડળી : માથા પર લાગી છે 9 પોલીસ કેસની કાળી ટીલી
પાટીદાર અનામત આંદોલન શરૂવાતથી જ વિવાદોમાં રહ્યું છે
ઉદય રંજન/અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન શરૂવાતથી જ વિવાદોમાં રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય લોકો ક્યારે રાજદ્રોહના કેસમાં તો ક્યારે તોડફોડના કેસમાં સંડાવાયા છે. કેટલાક નેતાઓ પર તો સેક્સ એમએમએસકાંડનો પણ આરોપ છે. હાલમાં પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલ મુક્તિ બાદ સુરતમાં છે. અહીં આજે વરાછા રોડ પર વાહન પાર્ક કરવા જેવી નજીવી બાબતે તેમનું ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ થયું છે અને જેમાં પોલીસ ગુનો પણ નોંધ્યો છે. તો ચાલો જાણીએ અલ્પેશની ક્રાઇમ કુંડળી. નોંધનીય છે કે અલ્પેશ પર નવ જેટલા પોલીસ કેસ નોંધાયેલા છે.
ગુનો : 01
શહેર : અમદાવાદ
પોલીસ સ્ટેશન : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ( DCB )
ગુનો : રાજદ્રોહ , ષડ્યંત્ર
કલમ : આઇપીસી - 121A , 124A ,120B
ફરિયાદ નંબર : 90/2015
ગુનો : 02
શહેર : અમદાવાદ
પોલીસ સ્ટેશન : અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ( DCB )
ગુનો : પોલીસની કામગીરીમાં અડચણ અને રાયોટીંગ
કલમ : આઇપીસી - 143, 186
ફરિયાદ નંબર : 60/2018
ગુનો : 03
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : સુરત ક્રાઇમ બ્રાંચ ( DCB )
ગુનો : રાજદ્રોહ , ગુનો કરવા માટે ની ઉશ્કેરણી
કલમ : આઇપીસી - 124A, 115 , 201
ફરિયાદ નંબર : 135/2015
ગુનો : 04
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : વરાછા પોલીસ સ્ટેશન
ગુનો : રાયોટીંગ , ગેરકાયદેસર મંડળી રચવી ,
કલમ : આઇપીસી - 143,147,149,223,188,તથા ઘી પ્રિવેન્શન ઓફ ઈન્ટ્સલ્ટ્સ ટુ નેશનલ ઓનર એક્ટ 1971 કલમ મુજબ
ફરિયાદ નંબર : 205/2017
ગુનો : 05
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : વરાછા પોલીસ સ્ટેશન
ગુનો : ગેરકાયદેસર મંડળી રચવી , પોલીસ ની કામગીરી માં અડચણ
કલમ : આઇપીસી - 143,145,149,152,341,186
ફરિયાદ નંબર : 20/2018
ગુનો : 06
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : અમરોલી પોલીસ સ્ટેશન
ગુનો : ગેરકાયદેસર મંડળી રચી ને હત્યાનો પ્રયાસ ,
કલમ : આઇપીસી - 307,223,143,147,148,149,તથા જીપી એક્ટ 135 મુજબ
ફરિયાદ નંબર : 226/2018
ગુનો : 07
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : અમરોલી પોલીસ સ્ટેશન
ગુનો : ગેરકાયદેસર મંડળી રચી ખોટી રીતે ભેગા થવું
કલમ : આઇપીસી - 143
ફરિયાદ નંબર : 153/2017
ગુનો : 08
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : અમરોલી પોલીસ સ્ટેશન
ગુનો : મારી નાખવાની ધમકી , પોલીસ સ્ટેશન માં અંદર પ્રેવેશી તોડફોડ કરવી ,જાતિવાચક શબ્દો કહેવો સહીત એટ્રોસિટી એક્ટ
કલમ : આઇપીસી - 143,147,148,323,506(2)427,120B ,તથા એટ્રોસિટી એક્ટ કલમ 3(1)RS3(2)(5A) મુજબ
ફરિયાદ નંબર : 191/2017
ગુનો : 09
શહેર : સુરત
પોલીસ સ્ટેશન : સરથાણા પોલીસ સ્ટેશન
ગુનો : જાહેરનામાનાનો ભંગ
કલમ : આઇપીસી - 188 મુજબ
ફરિયાદ નંબર : 269/2015
આમ, પાસ નેતા અલ્પેશ પર ગુજરાત ના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ નવ ગુના નોંધાયેલ છે એ પણ ગંભીર કલમો હેઠળ ત્યાં આ પૈકી ના અમુક ગુના માં અલ્પેશ ની ધરપકડ થઇ ચુકી છે અને અમુક ગુનામાં જામીન મેળવેલા છે.
અલ્પેશ કથીરિયા સામે નોંધાયો રાયોટિંગનો ગુનો, લોકઅપમાં રડ્યો અલ્પેશ?
સુરતમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે બાઈક પાર્ક કરવાની બાબતે બબાલ થતા પોલીસ કર્મચારીએ કથીરિયાને લાફો માર્યો હતો. ત્યારે આ સમગ્ર બનાવ મામલે સુરત પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા. ત્યારે વરાછા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને પાટીદાર યુવાનો વચ્ચે ઘર્ષણ વધ્યું હતું. જેના બાદ પોલીસ દ્વારા પાટીદાર યુવાનોને ડિટેઈન કરાયા હતા. આ મામલામાં અલ્પેશ કથીરિયા સામે લોકોને ભટકાવવા માટે રાયોટિંગનો ગુન નોંધાયો છે અને તેમના પર સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. અલ્પેશ સામે પોલીસકર્મીને ધમકી આપવાની પણ ફરિયાદ નોંધાઈ છે. આ વિવાદ પછી ધમાલ કરવા બદલ ધાર્મિક માલવિયા સહિતના બીજા પાટીદાર નેતાઓ સામે પણ અલગઅલગ ગુનાઓ નોંધાયા છે.