અતુલ તિવારી/અમદાવાદ: RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશનો મામલે બાળકોના વાલીઓની DEOએ માહિતી મંગાવી છે. જી હા...ધોરણ. 1માં અભ્યાસ કર્યો હોવા છતાં આ વર્ષે RTE માં પ્રવેશ મેળવનાર વાલીઓની માહિતી મંગાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં ખતરનાક સ્તરે પહોંચી રહી છે ગરમી, હજુ વધશે તાપમાન, મળી ચેતવણી


જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સંચાલક તેમજ પ્રિન્સિપલને પત્ર લખ્યો છે. ધોરણ 1માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓ RTE અંતર્ગત પણ ધોરણ 1માં ફરી પ્રવેશ મેળવી નહીં શકે. જે વિદ્યાર્થીએ ધોરણ 1 અથવા ધોરણ 2માં અભ્યાસ કર્યો હોય તેવા બાળકોને ચાલુ વર્ષે RTE માં પ્રવેશ મળ્યો હોય તો રદ્દ કરવા જાણ કરવામાં આવી છે. 


ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો


ફરી ધોરણ 1માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શાળાઓ પાસેથી માહિતી માંગવામાં આવી છે. જો કોઈપણ વિદ્યાર્થીને RTE અંતર્ગત ફરી ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવે તો શાળા વિરુદ્ધ કાર્યવાહીની DEO દ્વારા ચીમકી આપવામાં આવી છે.


સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે 1.25 લાખની અદ્દભુત ગદા,15 દિવસમાં થઇ તૈયાર