ગુનેગારોએ મહિલાના ઘર પર કર્યો તલવારથી હુમલો, વાહનોમાં તોડફોડ કરી આંગ ચાંપી
આ બને આરોપીઓના નામ મોહમદ સરવર ઉર્ફે કડવો અને મોહમદ અરસદ ઉર્ફે અન્ની છે. આ બંને શખસો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અનેક ગુના અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરના બાપુનગર વિસ્તારમાં સામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન ઉપર તલવારના ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઉપરાંત વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બાપુનગર વિસ્તારમાં આવેલી મણિલાલ મથુરદાસની ચાલીમાં રહેતા મજજો નામની મહિલાના ઘરે રાત્રીના સમયે આજથી ચાર દિવસ અગાઉ બનાવ બન્યો હતો. જે મામલે બાપુનગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
કેજરીવાલના કાઉન્સિલરો કરે છે તોડપાણી- રૂપિયાના ઉઘરાણા, AAPના કોર્પોરેટરે ખોલી પોલ
સીસીટીવી ફૂટેજમાં દેખાતા શખશો અગાઉની અદાવત રાખીને મજજો નામની મહિલાના ઘર પર હુમલો કરી રહ્યા છે. આ બને આરોપીઓના નામ મોહમદ સરવર ઉર્ફે કડવો અને મોહમદ અરસદ ઉર્ફે અન્ની છે. આ બંને શખસો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બંને આરોપીઓ વિરુદ્ધમાં લૂંટ અને મારામારીના અનેક ગુના અગાઉ પણ નોંધાઈ ચુક્યા છે.
વેપારીએ મહિલા સાથે તેના જ ઘરમાં માણ્યું શરીરસુખ, પતિએ ઉતાર્યો અંગતપળોનો વીડિયો, પછી.
બાપુનગર પોલીસની ગિરફતમાં આવેલા બંને આરોપીઓએ અગાઉની જૂની અદાવત આ મજજો નામની મહિલા સાથે હતી. જેની અદાવતમાં આ હુમલો કર્યો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી છે.ઉપરાંત આ બન્ને આરોપીઓએ આ ગુનો આચર્યા બાદ એક રાહદારીને પણ લૂંટી લીધો હતો. જેમાં મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવી ચૂક્યું છે. ઉપરાંત આ બન્ને આરોપીઓએ ભેગા મળીને 20 જેટલા ગુના અગાઉ આચરેલા હોવાનું સામે આવ્યું છે.