Surat Honey Trap: વેપારીએ મહિલા સાથે તેના જ ઘરમાં માણ્યું શરીરસુખ, પતિએ ઉતાર્યો અંગતપળોનો વીડિયો, પછી જે થયું....
દરમ્યાન ફરી એક વખત મહિલાનો ફોન વેપારી પર આવ્યો હતો અને તે પણ સુરતમાં રહેવા આવી હોવાનું જણાવ્યું હતું અને વેપારીને ઘરે મળવા માટે બોલાવ્યો હતો જેમાં વેપારી મહિલાને મળવા ગયો હતો જ્યાં મહિલાએ ભૂતકાળને ભૂલી જઈ પ્રેમભરી વાતો કરી હતી.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરના એમ્બ્રોડરીના કારખાનેદારને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ અંગતપળોનો વીડિયો ઉતારી લીધો હતો અને બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી 5 લાખ અને ફ્લેટનો સાટાખાત પોતાના નામે કરાવી લીધો હતો. ત્યારબાદ પણ રૂપિયાની માંગણી અને માર મારવામાં આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. જેમાં પોલીસે ગુનો નોંધી દંપતી સહીત 3ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોડરીનું કારખાનું ધરાવતા વેપારી વર્ષ 2016માં ભાવનગર ઉમરાળામાં હીરા ઘસવાનું કારખાનું ધરાવી વેપાર ધંધો કરતા હતા. તે સમયે કારખાનાની પાસે રહેતા હર્ષાબેન પરેશભાઈ જોષી સાથે સંર્પક થયો હતો. જેમાં હર્ષાએ વેપારીને તેનો પતિ ઘણા સમયથી બેકાર હોય કારખાને નોકરી પર રાખી લેવાનું કહેતા વેપારીએ તેના પતિને નોકરી પર રાખી લીધો હતો અને બાદમાં વેપારીનું હર્ષાના ઘરે અવાર નવાર જતા હતા જેથી બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાયો હતો. જયારે પણ હર્ષાનો પતિ ઘરે હાજર ન હોય ત્યારે મહિલા વેપારીને મળવા માટે બોલાવતી હતી અને બંને એક બીજાની સંમતિથી શરીર સંબંધ બાંધતા હતા.
દરમ્યાન વર્ષ 2016માં મહિલાએ વેપારીને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો અને તે સમયે મહિલાના પતિ પરેશે તેના મોબાઈલમાં અંગત પળોનો વીડિયો બતાવી મારી પત્ની સાથે ગંદુ કામ કરે છે તેમ કહી બીભત્સ ગાળો આપી હતી અને આ વીડિયો વાયરલ કરી ગામ સમાજમાં બદનામ કરી દઈશ તેવી ધમકીઓ આપી 5 લાખની માંગણી કરી હતી. જેમાં બદનામીના ડરથી વેપારીએ 5 લાખ રૂપિયા આપી દીધા હતા અને વીડિયો ડીલીટ કરવાનું કહેતા વીડિયો ડીલીટ કર્યો ના હતો. અવાર નવાર ધમકીઓથી કંટાળી વેપારી પરિવાર સાથે વર્ષ 2017માં સુરત રહેવા આવી ગયો હતો.
દરમ્યાન ફરી એક વખત મહિલાનો ફોન વેપારી પર આવ્યો હતો અને તે પણ સુરતમાં રહેવા આવી હોવાનું જણાવ્યું હતું અને વેપારીને ઘરે મળવા માટે બોલાવ્યો હતો જેમાં વેપારી મહિલાને મળવા ગયો હતો જ્યાં મહિલાએ ભૂતકાળને ભૂલી જઈ પ્રેમભરી વાતો કરી હતી અને વેપારી ફરી તેની વાતમાં આવી ગયો હતો. ત્યારબાદ મહિલા જયારે પણ તેનો પતિ ઘરે ના હોય ત્યારે વેપારીને ઘરે બોલાવતી અને બંને એકાંત માણતા હતા. દરમ્યાન એક દિવસ વેપારીના કારખાને દંપતી પહોચી ગયું હતું અને દંપતી અને વેપારીનો એકાંત માણતો વીડિયો બતાવી ગળાગાળી કરી માર મારી રૂપિયાની માંગણી કરી હતી અને રૂપિયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.
જેથી તેઓના માંગ્ય મુજબ વેપારી રૂપિયા આપતો ગયો હતો વધુમાં મહિલા કપડા, મોબાઈલ, ઘરવખરીનો સમાન, દાગીનાની ખરીદી કરીને તેના તમામ પ્રકારના બીલની ભરપાઈ વેપારી પાસે કરાવતી હતી. એટલું જ નહી વેપારીએ અમરોલીમાં 2 લાખમાં ફ્લેટ બુક કરાવ્યો હતો, તે ફ્લેટ પણ મહિલાએ પોતાના નામ પર કરાવી લીધો હતો.
આટલું ઓછું હોય તેમ વેપારીના ઘરે વેપારીના ઘરે મહિલા, તેના પતિ અને સંબંધીએ ગાળાગાળી કરી માર માર્યો હતો. જો કે આખરે વેપારી બ્લેક મેઇલિંગથી કંટાળી પોલીસનું શરણું લીધું હતું અને આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હર્ષા, તેના પતિ પરેશ જોષી અને બારડોલી ખાતે રહેતા પીન્ટુભાઈ જોષી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે