તૃષાર પટેલ/વડોદરા : હાલમાં ગુજરાતના દરેક સ્થળે ગરબાનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં મોટા ગરબા કરતા શેરી ગરબાનું વધુ મહત્વ હોય છે. એકબાજુ વડોદરાના ગરબા વધુ ફેમસ છે, ત્યારે વડોદરાના ગરબાની રસપ્રદ બાબત સામે આવી છે. વડોદરાના પીપળીયા ગામે એકબાજુ ગરબા રમાતા હતા, ને બીજુ અચાનક મગર આવી ચઢ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના બહુ જ રસપ્રદ બની રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપળીયા ગામમાં ચાલી રહેલા ગરબા દરમિયાન અચાનક મગર આવી ચઢ્યો હતો એવા સમાચાર વાયુવેગે ફેલાયા હતા. ખેલૈયાઓ મગરને જોઈને આમતેમ બૂમો પાડવા લાગ્યા હતા તેવા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા હતા. પરંતુ હકીકત એમ હતી કે, વડોદરાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામમાં મગર દેખાયો હતો. પરંતુ ગરબા રમતા વખતે નહિ. ગરબા પૂરા થયા બાદના બે કલાક પછી ગામમાં ઝાડી ઝાંખરામાં મગર છુપાયેલો હતો. રાતનું અંધારુ હોવાથી કોઈની નજર પહેલા તો તેના પર પડી ન હતી, પરંતુ ગરબા રમીને જ્યારે લોકો ઘરે જઈ રહ્યા હતા ત્યારે ત્રણ-ચાર યુવકોની નજર તેના પર પડી હતી. જાહેર રસ્તા પર રહેલી ઝાડી ઝાંખરમાં સાત ફૂટ લાંબો મગર નજરે પડતાં ગ્રામજનોમાં ભય વ્યાપ્યો હતો. 


[[{"fid":"186557","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"index.jpg","field_file_image_title_text[und][0][value]":"index.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"index.jpg","field_file_image_title_text[und][0][value]":"index.jpg"}},"link_text":false,"attributes":{"alt":"index.jpg","title":"index.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


સામાન્ય રીતે નવરાત્રિ દરમિયાન સમાજના મોભાદાર વ્યક્તિઓમાં અંબાની આરતી ઉતારવા માટે ગરબા મહોત્સવમાં આવતા હોય છે. ત્યારે વગર આમંત્રણે પીપળીયા ગામના મહેમાન બનેલા મગરને જોવા ગામ આખું ઉમટી પડ્યું હતું. અલબત્ત મહાકાય મગર ગામના કોઈ નાગરિક કે પાળેલા પશુઓને હાનિ પહોંચાડે એ પહેલાં જ પીપળીયા ગામના કેટલાક યુવકોએ મગર ગામમાં આવી ચડ્યાની માહિતી વન વિભાગને આપી હતી. વન વિભાગના કર્મચારીઓ મગર હોવાની માહિતી મળતાં જ પીપળીયા ગામે આવી પહોંચ્યા હતા અને ત્રણ કલાકની ભારે જહેમત બાદ સાત ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું હતું. આમ, મોડી રાત્રે 3 વાગ્યે મગરના રેસ્ક્યુનું કામ હાથે ધરાયું હતું.