• તપાસના પહેલાં દિવસે જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી.

  • મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે.

  • મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યાર સુધી આઠથી નવ વર્ષમાં 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે


ચેતન પટેલ/સુરત :ITના સમન્સ મળ્યાં બાદ ટ્વિટર પર સુરતના કલામંદિર જ્વેલર્સ પર મની લોન્ડરિંગનો આરોપ લગાવનાર પૂર્વ આઇટી અધિકારી અને શહેર ભાજપના અગ્રણી પીવીએસ શર્મા (PVS sharma) પર આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન ટીમે પાડેલાં દરોડા (IT raid) ત્રીજા દિવસે પણ યથાવત રહ્યા છે. નોટબંધી દરમિયાન બ્લેકના વ્હાઇટ થયા હોવાના સવાલો ઊભા કરનાર શર્મા હવે જાતે જ મની લોન્ડરિંગ અને શેલ કંપનીના ઘેરામાં આવી ગયા છે. તપાસના પહેલાં દિવસે જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી છે. 


આ પણ વાંચો : અમદાવાદની આ રૂપાળી મહિલા ડોક્ટર પર લાગ્યો હોસ્પિટલમાંથી મહત્વના ડેટા ચોરીનો આરોપ 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાળા નાણાં સામે પીએમ મોદી સુધી ફરિયાદ કરનાર પીવીએસ શર્મા ખુદ લપેટામાં આવ્યા છે. પહેલા દિવસની તપાસમાં શર્માની 10 મિલકતો મળી છે. જેની બજાર કિંમત 40થી 50 કરોડની વચ્ચેની છે. આ ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને દોઢ લાખનો પગાર મેળવે છે. અત્યાર સુધી 90 લાખનું કમિશન પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત બિલ્ડર ભરત શાહ સાથે પણ એક કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ જોડાયેલા છે. આથી તપાસનો રેલો તેમની સુધી પણ પહોંચ્યો છે.  એક કિલો સોનું પણ મળ્યું છે. દરોડા દરમિયાન કૌશલ ખંડેલીયા સાથે પણ અધિકારીઓની ચકમક ઝરી હતી. તેને ત્યાંથી એક કિલો બુલિયન, 35 લાખ કેસ અને એફડીના દસ્તાવેજ મળ્યાં છે.


આ પણ વાંચો : રાજકોટ : ઈમરાનના ગુસ્સાએ આખો પરિવાર વિખેર્યો, આગમાં જીવતા ભૂંજાયેલા 3 ના આજે મોત થયા 


મુંબઇની કુસુમ સિલીકોન કંપનીમાં પીવીએસ શર્મા નોકરી બતાવી છે. જે કંપનીમાં તેઓ વર્ષ 2011થી જોડાયેલાં બતાવાયેલાં છે. મહિને દોઢ લાખનો પગાર મળે છે અને અત્યાર સુધી આઠથી નવ વર્ષમાં 90 લાખનું કમિશન પણ મળી ચૂકયું છે. અધિકારીઓ કહે છે કે, મુંબઇની કંપનીમાં તપાસ ચાલુ છે. સ્ટાફ શર્મા કોણ છે એ પણ ઓળખતા નથી. કંપની શું કરે છે, શર્મા સુરતમાં રહેતા હોય પગાર કંઇ બાબતનો ચૂકવવામાં આવે છે તેની તપાસ થઈ રહી છે. આ ઉપરાંત કુસુમ ડાઇકેમન નામની પણ એક કંપની મળી છે. જેની પણ તપાસ ચાલી રહી છે. આ કંપનીના માલિક કુસુમ ખંડેલીયા અને કૌશલ ખંડેલીયાના પાર્લેપોઈન્ટ સ્થિત ઘરે પણ દરોડા પડાયા છે.


જ્યારે PVS શર્મા જે CA હતા તેમની ત્યાં પણ આયકર વિભાગની ટિમ રિગરોડ પર આવેલ એમ્પાયર બિલ્ડીંગ માં ચીંથ માળે રેડી કરવામાં આવી. ત્યાંથી પર કેટલાક કાગળો અને PVS શર્મા ને લગતા દસ્તાવેજો મળી આવ્યા હોવાની વાત સામે આવી છે.


આ પણ વાંચો : ZEE 24 કલાક પર PM મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની Exclusive તસવીરો