ZEE 24 કલાક પર PM મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની Exclusive તસવીરો, બસ સી પ્લેનની જોવાઈ રહી છે રાહ

31મી તારીખ નજીક આવી રહી છે, તેથી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર સી પ્લેનને લઈને યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આવામાં ઝી 24 કલાક તમને વોટર એરોડ્રામના અંદરની એક્સક્લુઝિવ (exclusive) તસવીરો બતાવી રહ્યુ છે

આશ્કા જાની/અમદાવાદ :31 ઓક્ટોબરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) ગુજરાતના મહત્વકાંક્ષી પ્રોજેક્ટને ખુલ્લો મૂકવાના છે. અમદાવાદ રિવરફ્રન્ટથી તેઓ સી પ્લેન (sea plane) મારફતે કેવડિયા જવાના છે. જે ગુજરાતીઓ માટે અદભૂત ક્ષણ બની રહેશે. હાલ રિવરફ્રન્ટ પર સમગ્ર કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. 31મી તારીખ નજીક આવી રહી છે, તેથી યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે. આવામાં ઝી 24 કલાક તમને વોટર એરોડ્રામના અંદરની એક્સક્લુઝિવ (exclusive) તસવીરો બતાવી રહ્યુ છે. નીચે જુઓ એક્સક્લુઝિવ તસવીરો... 

1/4
image

સી પ્લેનને લઈ હાલ રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરી દેવામાં આવ્યું છે. વોટર એરોડ્રામના અંદરના દ્રશ્યો સૌપ્રથમ 24 કલાક પર આપ જોઈ રહ્યાં છે. જેમાં ટિકિટ વિન્ડો, વેઈટિંગ રૂમ, ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, લગેજ સ્કેનિંગ મશીન સહિતની વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

2/4
image

બે માળના વોટર એરોડ્રામમાં જમણી બાજુથી એન્ટ્રી આપવામાં આવી છે. જ્યાં ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર મૂકવામાં આવશે. પ્રવેશની સાથે જ મુસાફરો માટે વેઈટિંગ રૂમમાં ખુરશીઓ અને લગેજ સ્કેનિંગની માટે મશીન મૂકવામાં આવ્યું છે.  

3/4
image

સાથે જ બિલ્ડીંગમાં એક રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મેડિકલ ઈમરજન્સીની તમામ વ્યવસ્થા કરાઈ છે. જ્યારે કે, બીજા માળ પર વહીવટી કામગીરી માટે અધિકારીઓની બેઠક વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

4/4
image

વેઈટિંગ રૂમની સામે સી પ્લેનની ફ્લોટીંગ જેટ્ટી પર જવા માટે એક્ઝીટ આપવામાં આવી છે. વોટર એરોડ્રામ પર રિવરફન્ટ સાબરમતી અમદાવાદ સાથે gujsail અને civil એવિએશન વિભાગના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોબર પછી ગુજરાતને સી પ્લેનનું નવું નજરાનું મળવા જઇ રહ્યું છે, જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.