રાજકોટ : જામનગરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં પ્રાદેશિક અધિકારી પદે ફરજ બજાવતા ક્લાસ-1 અધિકારી ભાયાભાઇ ગીગાભાઇ સુત્રેજાને ગાંધીનગર ACB દ્વારા 5 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. ત્યાર બાદ તેના ગાંધીનગર ખાતેનાં મકાનની ઝડતી લેતા પાંચ લાખથી વધારેની રોકડ રકમ મળી આવી હતી. આ ઉપરાંત 10-10 ગ્રામની બે બંગડીઓ મળી આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: કોરોનાયુક્ત 912, કોરોના મુક્ત 828, કેન્દ્રીય ટીમ ફરી ગુજરાતની મુલાકાતે

આ મુદ્દામાલ ACB દ્વારા કબ્જે કરી તેની સામે અપ્રમાણસર મિલ્કત મામલે ફરિયાદ દાખલ કરી હતી. ત્યાર બાદ ભાયાભાઇના ગાંધીનગર ખાતેના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા સેક્ટર 21માં આવેલા બે લોકરની ઝડતી લીધી હતી. જેમાંથી 2 કિલો સોનું (1.919 કિલોગ્રામ) સોના ચાંદીના દાગીના અને 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સાથે કુલ મળીને 1,27,95,874  રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. 


શ્રાવણીયા જુગારમાં પોલીસનો 101 નું શુકન, સુરતમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

ગાંધીનગર સેક્ટર 21માં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં લોકર નંબર 21ની ઝડતી કરવા અલગ પ્રકારનાં સોનાના ચાંદીના દાગીના 1314 અંદાજીત કિંમત 48,76,596 તથા રોકડ રકમ 69,500  મળી આવી હતી. જ્યારે લોકર 331ની ઝડપી લેતા અલગ અલગ સોનાના દાગીના , સોનાની લગડી 605.990 ગ્રામ તથા ચાંદીના દાગીના 115 ગ્રામ 23,49,778 તથા રોકડ રકમ 55,00,000 મળી આવ્યો છે. આમ બંન્ને લોકરમાંથી સોના અને ચાંદીના દાગીના અને રોકડ રકમ થઇને 1,27,95,874 રૂપિયાનો થાય છે. આ મુદ્દામાલ ACB એ કબ્જે કરીને આગળ તપાસ આદરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube