મહીસાગરઃ લુણાવાડામાં પોલીસ અને ચોર વચ્ચે ક્રોસ ફાયરિંગની ઘટનામાં ચોરનું મોત થયું છે. જ્યારે એક પોલીસકર્મીને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ક્રોસ ફારિંગમાં જે વ્યક્તિનું મોત થયું છે તે કુખ્યાત આરોપી હતો. તેનું નામ સાજીદ ઉર્ફે રબડી છે. તે અનેક ગુનામાં સંડોવાયેલો હતો. 


તેણે તલવારની ધારે એક મહિલાને બંધક બનાવી હતી જેને લઈને સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને ઘટનાની જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી હતી. જેમાં સાજીદે પોલીસ પર ફાયરિંગ કર્યું જેથી પોલીસને પણ સામે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન પોલીસને એક ગોળી સાજીદને વાગતા તેનું મોત થયું હતું. જ્યારે આ ઘટનામાં એક પોલીસકર્મિને પણ ઈજા પહોંચી હતી. 

સાજીદના મોત બાદ શહેરમાં વાતાવરણ તંગ બન્યું હતું. મધવાસ દરવાજા પાસે અસામાજીક તત્વો દ્વારા કુખ્યાત ગુનેગાર રાબડીના મોત બાદ કેટલાક લોકોએ પોલીસ વાહનોને નિશાન બનાવ્યા હતા. પોલીસના વાહનો પર પથ્થરમારો કરીને કાચ તોડવામાં આવ્યા હતા. તો બીજીતરફ મહીસાગર જિલ્લાની પોલીસની ટીમોને લુણાવાડામાં ખડકી દેવામાં આવી છે. પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે.