Cruise Tourism:  મધ્યપ્રદેશમાં ક્રુઝ ટુરીઝમને વેગ આપવા માટે, મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડે ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IWAI) અને ગુજરાત સરકાર સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કરાર હેઠળ, IWAI એ કોલકાતાથી રાજ્યના કુક્ષી માટે બે ફ્લોટિંગ જેટી (પોન્ટૂન) મોકલ્યા છે. આ પોન્ટૂન ક્રૂઝના ટર્મિનલ રૂપે તેનો ઉપયોગ થશે. નોંધનીય છે કે, મધ્યપ્રદેશ ટુરિઝમ બોર્ડ દ્વારા રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ક્રુઝ ટુરિઝમની પહેલ કરવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ક્રુઝ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સ્થિત એકાત્મ ધામ (સ્ટેચ્યુ ઓફ વનનેસ) થી ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ચલાવવાની દરખાસ્ત છે. ઓથોરિટીની નોઈડા સ્થિત હેડ ઓફિસમાં થયેલ એમઓયુ અનુસાર, IWAI દ્વારા મધ્યપ્રદેશ અને ગુજરાતને બે ફ્લોટિંગ જેટી પ્રદાન કરશે, જેમાંથી મધ્ય પ્રદેશને આ જેટીઓ પહોંચાડવામાં આવી છે. 


નામ બડે દર્શન છોટે! દેશમાં નંબર 1 પણ વિદેશમાં ઠેંગો, 31 દિવસમાં ફક્ત 43 યૂનિટ વેચાયા
Adani Group ની આ કંપનીને મોટું નુકસાન, સુસ્ત પડ્યો શેર, તળિયે આવી ગયો શેરનો ભાવ


કરાર પર હસ્તાક્ષર થતાં, મધ્યપ્રદેશ અને ગુજરાત વચ્ચે નર્મદા નદી પર કોઈપણ અવરોધ વિના ક્રુઝની અવરજવર સુનિશ્ચિત થશે. કરાર દરમિયાન, IWAIના ચેરમેન વિજય કુમાર અને પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને મધ્ય પ્રદેશ પ્રવાસન બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શિવ શેખર શુક્લા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી (આઈએએસ) (નિવૃત્ત), ઉદિત અગ્રવાલ, જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પણ ઉપસ્થિત રહ્યા હતા.


અગ્ર સચિવ શુક્લાએ જણાવ્યું હતું કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ચંદનખેડી, કુક્ષી સુધીના કુલ 120 કિલોમીટરના રૂટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. કુક્ષીથી પ્રવાસીઓને રોડ માર્ગે ઓમકારેશ્વર સ્થિત સ્ટેચ્યુ ઓફ વનનેસ સુધી લઈ જવામાં આવશે. રસ્તામાં તેમને મહેશ્વર, મંડલેશ્વર અને માંડુની મુલાકાત લેવા પણ લઈ જવામાં આવશે. આ માટે ચાર જેટી બનાવવામાં આવશે. 


Chaturgrahi Yog: ચાર મોટા ગ્રહ મચાવશે ધમાલ, રાત-દિવસ નોટો છાપશે આ રાશિના લોકો
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન


મધ્યપ્રદેશમાં બે ચંદનખેડી-કુક્ષી અને સાકરજા-અલીરાજપુર ખાતે અને ગુજરાતમાં અન્ય બે હંફેશ્વર-છોટા ઉદેપુર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયા ખાતે સ્થાપવામાં આવશે. ક્રુઝ ટુરીઝમ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવશે. આ વિસ્તારમાં આર્થિક વિકાસ થશે અને સ્થાનિક સમુદાય સુધી વ્યાપક લાભો પહોંચશે. 


ગરમીમાં ખાવાની આ 5 વસ્તુઓથી રહો દૂર, નહીંતર ડોક્ટર પાસે દોડવું પડશે
જોજો.. કાકડીની છાલ ડસ્ટબીનમાં ફેંકતા નહી, ગરમી હજાર સમસ્યાઓનું છે સમાધાન


પ્રવાસીઓને મળશે નવા અનુભવો
ટૂરિઝમ બોર્ડના એડિશનલ મેનેજિંગ ડિરેક્ટર, બિદિશા મુખર્જીએ જણાવ્યું હતું કે, અગ્ર સચિવ શુક્લના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે નવીનતાઓ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ક્રુઝ ટુરિઝમ શરૂ કરવામાં આવી રહ્યું છે. ક્રૂઝ ટુરીઝમ ન માત્ર પ્રવાસનને નવી પાંખો આપશે, પરંતુ પ્રવાસીઓને સ્થાનિક સંસ્કૃતિ, પરંપરાઓ, જીવનશૈલી અને ભોજનનો આનંદ માણવાની તક પણ આપશે. નર્મદા નદીના નયનરમ્ય લેન્ડસ્કેપ્સ વચ્ચે એક સાહસિક અને આરામદાયક પ્રવાસ થશે.


Fact Check: Ms Dhoni પર્સ ઘરે ભૂલ્યા ગયા બાદ માંગ્યા હતા ₹600, સાચી કે ખોટી વાત?
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન


ઘાટ પર સ્થાપિત કરવામાં આવશે પોન્ટૂન
પોન્ટૂન એ પાણીમાં તરતું પ્લેટફોર્મ છે, જે ઘાટ કે કિનારે સ્થાપિત કરવામાં આવે છે. તે ડૂબતું નથી અને એક સાથે અનેક લોકોનું વજન ઉપાડી શકે છે. તેના માધ્યમથી પ્રવાસીઓ ક્રૂઝ પર સુરક્ષિત તથા આરામદાયક રૂપથી અવરજવર કરી શકશે.


આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ભારતીય ખેડૂતોનું ભાગ્ય, ફાયદો જાણશો થઇ જશો સરકારના ફેન
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી