રાજકોટઃ શહેરમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈ મહાનગર પાલિકાની ટીમ સતત કાર્યવાહી કરી રહી છે. રાજકોટ મનપાની ટીમે બીજા દિવસે કડક કાર્યવાહી કરી હતી. ચા-પાનની દુકાનો પર મનપાની ટીમ સઘન ચેકિંગ કરી રહી છે. શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સહિત અનેક વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. તો શહેરમાં ખેતલાઆપા અને શક્તિ ટી સ્કોલને સીલ કરવામાં આવ્યા છે. 7 દિવસ માટે દુકાનો સીલ કરવામાં આવી છે. ગઈકાલે પણ 13 જગ્યાઓ પર ચા-પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો આજે સવારથી શહેરના કાલાવડ રોડ પર શનિવારી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. અહીં પાથરણા વેપારી અને ખરીદી કરતા લોક માસ્ક વગર જોવા મળી રહ્યાં છે. અહીં ઘણા લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. એક તરફ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 


શહેરમાં આજથી રાત્રી કર્ફ્યૂ
રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસને કારણે ગુજરાતના ચાર મેટ્રો શહેર અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. રાજકોટમાં રાત્રે 9થી સવારે છ કલાક સુધી બધુ બંધ રહેશે. તો શહેરમાં આ કર્ફ્યૂના નિયમોને લઈ લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. લગ્ન પ્રસંગમાં 200 લોકોની છૂટ છે પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ ગાઇડલાઇન ન મળતા લોકો પરેશાન થઈ રહ્યાં છે. રાજકોટ શહેરમાં આગામી એક સપ્તાહમાં એક હજાર જેટલા લગ્ન સમારહો યોજાવાના છે. કલેક્ટર કચેરી તથા પોલીસ સ્ટેશનમાંથી લોકોને યોગ્ય જવાબ મળી રહ્યો નથી. આ મુદ્દે કેટલાક નાગરિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. 


PDPU Convocation 2020: 21મી સદીમાં દુનિયાની આશાઓ અને અપેક્ષાઓ ભારત પાસેથી છેઃ પીએમ મોદી


લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવોઃ મનપા
રાજકોટ કોર્પોરેશન દ્વારા કોરોનાના ટેસ્ટ માટે ફરી ટેસ્ટિંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. સહેરમાં 50 ધન્વંતરી રથ, 21 આરોગ્ય કેન્દ્ર, 25 સંજીવન રથ અને 15 ટેસ્ટિંગ વાન દ્વારા કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. તો કોર્પોરેશને લોકોને અપીલ કરી છે કે જો તેનામાં કોઈ લક્ષણ હોય તો તત્કાલ કોરોના ટેસ્ટ કરાવે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube