અતુલ તિવારી/અમદાવાદ :દેશવ્યાપી લોકડાઉન (Lockdown2) નો આજથી બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં આજથી કોટ વિસ્તારોમાં કરફ્યૂ  (Curfew) લગાવી દેવામાં આવ્યો છે. કારંજ પોલીસ સ્ટેશનની શરૂ થતી હદથી ચુસ્ત કરફ્યૂ અમલમાં મૂકી દેવાયો છે. સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. લોકોની આવાજાહી પર પ્રતિબંધ ફરમાવાયો છે. દાણીલીમડામાં બીએસએફ દ્વારા ફ્લેગમાર્ચ થઈ રહી છે, જેથી લોકો પર કન્ટ્રોલ મૂકી શકાય. કરફ્યુમાં બપોરે 1 થી 4 દરમિયાન મહિલાઓને મુક્તિ આપવામાં આવશે, જેથી તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ બહાર લેવા માટે નીકળી શકે.


ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો, ઈમરાનનો કે સરકારનો..... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આખા ગુજરાતના 50 ટકા કેસ માત્ર અમદાવાદના છે, તો અમદાવાદમાં 351માંથી 80 ટકા કેસ કોટ વિસ્તાર અને દાણીલીમડામાં નોંધાયા છે. તેથી અહી આજથી 21 એપ્રિલ સુધી કરફ્યૂ લગાવી દેવાયો છે. 18 અને 19મી તારીખની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ 20મીએ ફાઈનલ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. આ વિસ્તારમાં કોરોના અંકુશમાં આવે તે બહુ જ જરૂરી છે. તેથી અહી સંપૂર્ણ સત્તા પોલીસે સોંપી દેવાઈ છે. સાથે જ બીએસએફનો કાફલો પણ ખડકી દેવાયો છે, જેથી ચુસ્ત અમલ થાય. 


માત્ર 11 દિવસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટના જંગલેશ્વરમાં કોરોના બેકાબૂ


કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં બાઇકથી પેટ્રોલિંગ  
આજથી કોટ વિસ્તારમાં કરફ્યુ છે, ટ્રાફિક ડિવિઝન દ્વારા કરફ્યુ ગ્રસ્ત વિસ્તારમાં બાઇક દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. દરિયાપુર સહિત વિસ્તારોમાં Pos ટેક્નોલોજીવાળા સાઉન્ડ સિસ્ટમવાડી બાઈક પેટ્રોલિંગ માટે ફરશે. કોરોનાથી બચવા માટે જનજાગૃતિ લાવવા તેમજ લોકોને સાથે બહાર ન નીકળવા ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. બિન જરૂરી ઘરની બહાર નીકળનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે. દરિયાપુર અને આસપાસના વિસ્તારોમાં RAF, CRPF સહિતની ટીમ ખડકી દેવાઈ છે. 


સુરતમાં થઈ મુંબઈવાળી, લોકડાઉન લંબાવાતા રત્ન કલાકારો-પરપ્રાંતીયો અકળાયા, રસ્તા પર હોબાળો


Amc કમિશનર હવે સોશિયલ મીડિયા પર સંબોધન કરશે 
કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના પોઝિટિવ કેસના મુદ્દે ગાંધીનગર તથા અમદાવાદમાં તંત્ર દોડતુ થઈ ગયું છે. આ મામલે Amcમાં મોટો નિર્ણય લેવાયો છે. એએમસી મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ બપોરે નિયમિત યોજાતી પ્રેસ મીટના આયોજનમાં મોટો ફેરફાર કર્યો છે. ફિઝીકલ પ્રેસ મીટના બદલે સોશ્યલ મીડિયા પર હવેથી સંબોધન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટનસિંગ જાળવવા માટે આ નિર્ણય લેવાયો છે. આ પ્રેસ મીટમાં અનેક પત્રકાર ઉપસ્થિત રહેતા હોવાથી અગમચેતીના પગલાં લેવાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર