હિતલ પારેખ, ગાંધીનગર: મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આજે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજ મધ્યરાત્રિથી કર્ફ્યૂ અમલમાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના 26 જિલ્લાઓમાં 3100 બેડની કોવિડ હોસ્પિટલો તૈયાર કરવામાં આવી છે. આ તમામ હોસ્પિટલમાં તમામ પ્રકારની ઓપીડી અને ઈન્ડોર સારવાર વિનામૂલ્યે રહેશે. દર્દીઓને જમવાનું, દવાઓ  રાજ્ય સરકારના ખર્ચે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે દર્દીઓ સાજા થઈને ઘરે જાય ત્યારપછી પણ પાંચ દિવસ સુધી જમવાની, ચા નાસ્તો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં ચેપ લાગે અને મૃત્યુ થાય તો પરિવારને 25 લાખની ચૂકવણી થશે. બે માસના કરાર કરવામાં આવ્યાં છે. તેમના કહેવા પ્રમાણે આ તમામ હોસ્પિટલોને પૂરતી દવાઓ, એન 95 માસ્કનો જથ્થો આપવામાં આવશે. 


અશ્વિનીકુમારે કહ્યું કે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ તથા જિલ્લામથકો પર સરકારી હોસ્પિટલ ઉપરાંત 3100 બેડવાળી હોસ્પિટલનો ખર્ચો રાજ્ય સરકાર ભોગવશે. રાજ્ય સરકારની કચેરીઓ 20 એપ્રિલથી 3જી મે સુધી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે. વર્ગ 3 અને વર્ગ 4ના 33 ટકા કર્મચારીઓને જ બોલાવવામાં આવશે. 


તેમણે એમ પણ કહ્યું કે રાજ્યમાં 60 માર્કેટિંગ યાર્ડ કાર્યરત થઈ ચૂક્યા છે અને 92350 ક્વિન્ટલ શાકભાજીની આવક થઈ છે. વધુમાં તેમણએે કહ્યું કે હોટસ્પોટ વિસ્તારોમાં રહેતા કર્મચારીઓએ કચેરી આવવાની જરૂર નથી. કાર્યાલયોમાં થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. વર્ક ફ્રોમ હોમ સાથે અન્ય કર્મચારીઓ કામ કરશે. ઓફિસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાશે અને ઓફિસ સેનેટાઈઝ કરાશે. સરકારી કચેરીઓમાં માસ્ક ફરજિયાત રહેશે. 


વધુ વિગતો માટે જુઓ VIDEO


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube