એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા સીડી ખસેડતા 5 કર્મચારીઓને લાગ્યો કરંટ, એકનું મોત
71મા પ્રજાસત્તાક દિવસે (Republic Day 2020) આજે જ્યારે સમગ્ર રાજ્ય જશ્ન મનાવી રહ્યું હતું, ત્યારે વડોદરામાં એક દુખદ ઘટના બની હતી. આ ઘટના ગુજરાતની ટોપમોસ્ટ એલેમ્બિક કંપની (Alembic Company) માં બની હતી. વડોદરાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા કરંટ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. જેમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે.
રવિ અગ્રવાલ/વડોદરા :71મા પ્રજાસત્તાક દિવસે (Republic Day 2020) આજે જ્યારે સમગ્ર રાજ્ય જશ્ન મનાવી રહ્યું હતું, ત્યારે વડોદરામાં એક દુખદ ઘટના બની હતી. આ ઘટના ગુજરાતની ટોપમોસ્ટ એલેમ્બિક કંપની (Alembic Company) માં બની હતી. વડોદરાના જરોદ પાસે આવેલી એલેમ્બિક કંપનીમાં ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા કરંટ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. જેમાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે.
Photos : પાડોશી મુલ્કની કન્યાઓને જરાય ઓછી ન આંકતા, બીકની પહેરીને રસ્તા પર ઉતરે તો...
પ્રાપ્ત માહિતી અનુસાર, એલેમ્બિક કંપનીમાં પ્રજાસત્તાક દિવસ હોઈ આજે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કંપનીમાં તૈયાર કરવામાં આવી રહી હતી. ત્યારે ધ્વજ વંદન કાર્યક્રમ પહેલા સીડી ખસેડતા સમયે અચાનક કરંટ લાગ્યો હતો. સીડી વીજ વાયરને અડી જતાં કરંટ લાગ્યો હતો. જેમાં એકસાથે પાંચ કર્મચારીઓને કરંટ લાગ્યો હતો. આ ઘટનાથી કંપનીમાં દુખની લાગણી ફરી વળી હતી.
80 વર્ષના ગુજરાતના આ મુસ્લિમ વૃદ્ધના દેશપ્રેમને છે સલામ
એલેમ્બિક કંપનીમાં સિક્યોરિટીનું કામ કરતા મહેશ ઠાકોરનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. મહેશ ઠાકોરના મૃતદેહને જરોદ રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બાબતની જાણ થતા જ મહેશભાઈના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. ત્યારે પરિવારે એલેમ્બિક કંપનીના સત્તાધીશોની બેદરકારીને કારણે મોત નિપજ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. તેમજ 50 લાખનું વળતર માંગી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક