Gujarat Loksabha Election 2024: બે દિવસ બાદ દિલ્હી ખાતે મળનારા ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ ભાજપ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરે તેવી સંભાવના છે. લોકસભાના ઉમેદવાર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હાલ તમામ બેઠકો પર ભાજપના મુરતિયા માટે સેન્સ લેવાઈ રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે. તો આ તમામ બેઠક પર ભાજપે સેન્સ લેવાનું શરૂ કર્યું છે. સેન્સમાં આવેલા નામનું એક લિસ્ટ બનાવી હાઈકમાન્ડમાં મોકલવામાં આવશે. ત્યારબાદ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ તમામ નામો પર ચર્ચા થશે અને ત્યારબાદ નામોની જાહેરાત કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે દાવેદારોના નામ પર મંથન થઈ રહ્યું છે. ત્યારે આપણે સૌથી પહેલા વાત કરીએ સૌથી હાઈપ્રોફાઈલ ગાંધીનગર બેઠકની...તો આ બેઠક પર અમિત શાહ ફરી ચૂંટણી લડશે તે નક્કી છે. અમિત શાહના નામ પર સૌનો એક મત જોવા મળી રહ્યો છે. તેથી આ બેઠક પર માત્ર એક જ નામ અમિત શાહનું આવ્યું છે. અમદાવાદ પૂર્વ બેઠકની કરીએ તો, 20થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી અમદાવાદ પૂર્વથી નોંધાવી છે. જેમાં ગુજરાતના બે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પણ સામેલ છે. પ્રદીપસિંહ જાડેજા અને ગોરધન ઝડફિયાએ દાવેદારી કરી છે. આ સાથે વર્તમાન સાંસદ હસમુખ પટેલ, દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, પૂર્વ મંત્રી નિર્મલા વાઘવાણી, પૂર્વ ધારાસભ્ય બલરામ થવાણીએ પણ દાવેદારી નોંધાવી છે. અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો, આ બેઠક પર 12 દાવેદાર છે. જેમાં વર્તમાન સાંસદ કિરીટ સોલંકી, ધારાસભ્ય દર્શના વાઘેલા, પૂર્વ ધારાસભ્ય જીતુ વાઘેલા, પૂર્વ મેયર કિરીટ પરમાર, દિનેશ મકવાણા, ડૉ. કીર્તિ વડાલિયા, પૂર્વ મંત્રી ગિરીશ પરમાર, વિભૂતી અમીન, નરેશ ચાવડા, હિતુ કનોડિયા, મણીભાઈ વાઘેલા અને ભદ્રેશ મકવાણા દાવેદાર છે. 


અમદાવાદ પૂર્વ બેઠકથી દાવેદાર 


  • 20થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી 

  • પ્રદીપસિંહ જાડેજા, ગોરધન ઝડફિયા, હસમુખ પટેલ

  • કામિનીબા રાઠોડ, નિર્મલા વાઘવાણી, બલરામ થવાણી


અમદાવાદ પશ્ચિમ બેઠકથી દાવેદાર 


  • કિરીટ સોલંકી, દર્શના વાઘેલા, જીતુ વાઘેલા

  • કિરીટ પરમાર, દિનેશ મકવાણા, ડૉ. કીર્તિ વડાલિયા

  • ગિરીશ પરમાર, વિભૂતી અમીન, નરેશ ચાવડા

  • હિતુ કનોડિયા, મણીભાઈ વાઘેલા, ભદ્રેશ મકવાણા 


સૌરાષ્ટ્રની વાત કરીએ તો, રાજકોટ બેઠકથી વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ દાવેદારી નોંધાવી છે. તેમની સાથે, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકા સરડવા અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા દાવેદાર છે. ભાવનગરની વાત કરીએ તો, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડિવિયા, વર્તમાન સાંસદ ભારતી શિયાળ, મહેન્દ્રસિંહ સરવૈયા, નિમુબેન બામણિયાએ દાવેદારી નોંધાવી છે....


રાજકોટ બેઠકથી દાવેદાર 


  • ભરત બોઘરા, દીપિકા સરડવા, પરશોત્તમ રૂપાલા 


ભાવનગર બેઠકથી દાવેદાર 


  • ભારતી શિયાળ, મહેન્દ્રસિંહ સરવૈયા, નિમુબેન બામણિયા


સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, મહેસાણા બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવેદારી નોંધાવી છે. આ સિવાય રાજ્યના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને હાલ પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલે પણ દાવેદારી નોંધાવી છે. આ સિવાય, નારાયણ પટેલ, દિનેશ પટેલ અને કે.સી.પટેલે દાવેદારી કરી છે. મહેસાણા પછી વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠામાં વર્તમાન સાંસદ પરબત પટેલની સાથે, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને કેસાજી ચૌહાણ દાવેદાર છે. તો પાટણમાં વર્તમાન સાંસદ ભરતસિંહ ડાભીની સાથે, ગિનિસ બુકમાં રેકોર્ડ ધરાવનાર ડૉ. વ્યોમેશ શાહ અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સાકાજી ઠાકોરે દાવેદારી નોંધાવી છે. 


મહેસાણા બેઠકથી દાવેદાર 


  • નીતિન પટેલ, રજની પટેલ, નારાયણ પટેલ

  • દિનેશ પટેલ, કે.સી.પટેલ


બનાસકાંઠા બેઠકથી દાવેદાર 


  • પરબત પટેલ, હરીભાઈ ચૌધરી, અનિકેત ઠાકર

  • કીર્તિસિંહ વાઘેલા, કેસાજી ચૌહાણ 


દાહોદ બેઠકની કરીએ તો, આદિવાસી સમાજની બહૂમતિવાળી આ બેઠક પર વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરની સાથે, ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલિયાર, દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલા દાવેદાર છે. સુરતમાં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે દાવેદારી નોંધાવી છે. સાથે જ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજિયાવાલા, શહેર મહામંત્રી મુકેશ દલાલ અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ દાવેદારી કરી છે. 


દાહોદ બેઠકથી દાવેદાર 


  • જશવંતસિંહ ભાભોર, શંકર અમલિયાર, શીતલ વાઘેલા 


સુરત બેઠકથી દાવેદાર 


  • દર્શના જરદોષ, નીતિન ભજિયાવાલા

  • મુકેશ દલાલ, ધીરુ ગજેરા


ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠક ફરી એકવાર જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ન માત્ર જીતવાનો પરંતુ 5 લાખથી વધુ મતોથી બેઠક જીતવાનો ટાર્ગેટ છે. ત્યારે ભાજપ અનેક નવા ચહેરાને પણ તક આપે તેવી સંભાવના છે. કોને ટિકિટ મળે છે અને કોનું પત્તુ કપાય છે તેના માટે પહેલા લિસ્ટ સુધી રાહ જોવી જ રહી.