• સમાઘોઘા ઘરફોડ ચોરીના અન્ય શકમંદ ઘાયલનું મોત થતાં ગઢવી સમુદાય લાલઘૂમ

  • મુન્દ્રામાં ગઢવી યુવાનના કસ્ટડીયલ ડેથ બાદ સમાજે લાશ સ્વીકારવાની ના કહી

  • પોલીસકર્મીઓના ઢોર માર થકી 16માં દિવસે સારવાર દરમ્યાન યુવકનું મૃત્યુ થયું 


રાજેન્દ્ર ઠાકર/કચ્છ :મુન્દ્રા તાલુકાના સમાઘોઘા સ્થિત ઘરફોડ ચોરીના બનાવ મુદ્દે શંકાના આધારે પોલીસે ત્રણ શકમંદ શખ્સોને ઉઠાવી લોકઅપમાં ઢોર માર માર્યો હતો. જે પૈકી અરજણ ગઢવી નામના યુવાનનું કસ્ટડીમાં મોત થયું હતું. જેથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ત્યાર બાદ પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. તેમાંથી પણ એક હરજોગ હરિ ગઢવી નામના યુવકનું સોળ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. ત્યારે બે યુવકોના મોતથી કચ્છના ગઢવી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી મુજબ, કચ્છ પોલીસે ઘરફોડ ચોરીના આરોપમાં ત્રણ ગઢવી યુવકોની ધરપકડ કરી હતી. જેમાં અરજણ ગઢવી (રહે સમાઘોઘા) નામના યુવાનનું કસ્ટડીમાં મોત થયું હતું. તો પોલીસ ટોર્ચરને કારણે ઘાયલ થયેલા બે યુવાનોને ઉચ્ચ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા. તેના બાદ હરજોગ હરિ ગઢવી (ઉ.વ 22 રહે સમાઘોઘા) નું સોળ દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. અસહ્ય મારને કારણે હરજોગની બંને કિડનીઓ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ હતી. ઘટનાના સમાચાર મોડી સાંજે વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા વાતાવરણ ચોમેરથી ગંભીર બન્યું છે. 


આ પણ વાંચો : કોંગ્રેસ vs પાટીદારની લડાઈ આરપારની બની, સુરતમાં મોડી રાત્રે PAASની બેઠકમાં કંઈક મોટું રંધાયું 


બે દિવસ અગાઉ અખિલ કચ્છ ચારણ સમાજે પોલીસને જવાબદાર એવા પાંચ ભાગેડુ આરોપીઓને 72 કલાકમાં દબોચી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. નહિતર દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ પોલીસે ટૂંક સમયમાં સંતોષકારક કામગીરી કરવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. તેવામાં ફરી એક યુવાન મોતને ભેટતાં નગરમાં અજંપાભર્યા વાતાવરણ બન્યું છે. તો મુન્દ્રા ક્સ્ટોડીયલ ડેથ મામલે ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવીએ કહ્યું કે, બંને યુવાનોની હત્યા ખૂબ ગંભીર ઘટના છે. જેમાં કચ્છનાં નેતાઓની ચૂપકીદી સામે સવાલો ઉઠે છે. 


આ પણ વાંચો : આજે અમિત શાહ ગુજરાતમાં, ચૂંટણી પહેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓને બળ આપશે 


વિજય ગઢવીએ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. આજે અખિલ કચ્છ ચારણ સમાજના પ્રમુખ વિજય ગઢવીએ હૃદયદ્રાવક વીડિયો જાહેર કરી ફરી એક વખત રાજ્યના ગૃહમંત્રી, વિધાનસભાના કચ્છની ૬ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાંસદ ઉપર નિશાન તાકતા જણાવ્યું હતું કે, તેમણે એક પણ પ્રતિનિધિએ ચારણ ગઢવી યુવકના કસ્ટોડિયલ ડેથ બનાવને વખોડી કાઢ્યો નથી. તેમણે કચ્છના લોકોને છેહ આપ્યો છે. ચારણ સમાજના બે-બે યુવકના કસ્ટોડિયલ ડેથ અનુસંધાને વીડિયો પ્રસારિત કરી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ચારણ સમાજ આ ઘટનાને ક્યારેય ભૂલશે નહીં અને એનો જરૂરથી બદલો લેવામાં આવશે. તેમણે અમદાવાદમાં દાખલ હરજોગ હરિ ગઢવીની સારવારમાં અમદાવાદ ચારણ સમાજના ભાઈઓ ખડેપગે હાજર હતા. મુન્દ્રા પોલીસ સ્ટેશનના આ કર્મચારીઓ ખંડણીખોર અને ભૂમાફિયા જ છે તેવું પણ તેમણે ખુલ્લેઆમ કહ્યું છે.


આ પણ વાંચો : 5 મહિનાના રાજવીરને એકાએક શ્વાસ લેવામાં તકલીફ થઈ, એક ક્ષણે હૃદય ધબકતુ બંધ થઇ ગયુ!!