કોંગ્રેસ vs પાટીદારની લડાઈ આરપારની બની, સુરતમાં મોડી રાત્રે PAASની બેઠકમાં કંઈક મોટું રંધાયું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં PAAS અને કોંગ્રેસ (congress vs patidar) વચ્ચે કોકડુ વધુ ગૂંચવાયું છે. વિવાદ બાદ મોડી રાત્રે સુરતમાં PAASની બેઠક મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 12 જેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેંચવા તૈયાર છે. કેટલાક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવા અંગે ફરી PAASની બેઠક મળશે. બેઠકમાં ફોર્મ પાછા ખેંચવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાટીદાર (patidar) ગિન્નાયા છે. કોંગ્રેસ પાટીદારોને ચૂંટણીમાં પ્રાધાન્ય ન આપવાની વાતે સુરતના પાસના કાર્યકરો ગિન્નાયા છે.
આ પણ વાંચો : એવી તો કઈ ગેમ રમાઈ કે, ધાર્મિક માલવિયાએ છેલ્લી ઘડીએ કોંગ્રેસમાંથી ફોર્મ ભરવાની ના પાડી
સુરતમાં હાર્દિક પટેલના સમર્થકોને ટિકિટ ના મળતાં કોંગ્રેસમાં ભડકો થયો છે. પાટીદાર યુવા નેતા અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં પાસ સમર્થકોએ કોંગ્રેસ સામે બળવો પોકાર્યો છે અને આ લડાઈ હવે આરપારની બની ચૂકી છે. કોંગ્રેસના નેતાઓને સુરતના વરાછા રોડ પર રેલી યોજી બતાવવાનો પાસના નેતાઓએ પડકાર ફેંક્યો છે. ધાર્મિક માલવિયાએ કોંગ્રેસની ટિકિટ મળી હોવા છતાં ઉમેદવારી ના નોંધાવીને આ જંગની શરૂઆત કરી. હવે આ લડાઈ ક્યાં જઈને અટકશે.
ફોર્મ ભરવાની છેલ્લી ઘડીએ સુરત કોંગ્રેસ (surat congress) માં ભડકો થયો હતો. ધાર્મિક માલવિયા હવે કોંગ્રેસમાંથી ચૂંટણી (Local Body Polls) નહિ લડે તેવી તેમણે છેલ્લી ઘડીએ જાહેરાત કરી હતી. કોંગ્રેસે ધાર્મિક માલલિયા (dharmik malaviya) ને વોર્ડ 3માંથી મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેમણે વિજય પાનસુરિયાને ટિકિટ ન આપતા કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. વિજય પાનસુરીયાએ પણ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી હતી. તેથી કોંગ્રેસથી નારાજ થયેલા ધાર્મિક માલવિયાએ ફોર્મ ન ભર્યું. તો સાથે જ પાસના નેતા અલ્પેશ કથીરિયા (alpesh kathiriya) પણ પાટીદારો વર્સિસ કોંગ્રેસની જંગમાં મેદાનમાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, વર્ષોથી નિષ્ક્રિય પડેલી કોંગ્રેસને વિધાનસભામાં 82 સીટ જીતાડવામાં મહત્વનો ફાળો આપનાર પાટીદાર સમાજ સાથે કોંગ્રેસે આ ચૂંટમીમાં અન્યાય કર્યો છે. તો આ અન્યાયને લઈને ધાર્મિક માલવીયા પણ ચુંટણી નહીં લડે.
આ પણ વાંચો : આજે અમિત શાહ ગુજરાતમાં, ચૂંટણી પહેલા ઉમેદવારો અને કાર્યકર્તાઓને બળ આપશે
આ સાથે જ પાટીદાર વર્સિસ કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. તો સાથે જ આ ચૂંટણીમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) ને પૂરતુ માઈલેજ ન મળતા પાટીદાર નેતાઓ ગિન્નાયા છે. તો અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસના નેતાઓને સુરતમાં સભા કરી બતાવે તેવી ચીમકી આપી હતી. અલ્પેશ કથીરિયાએ કોંગ્રેસ (congress) ના નેતા જયરાજસિંહ વિશે જણાવ્યું હતું કે, જયરાજ સિંહને ટિકિટ ન મળે ત્યારે મીડિયામાં રોવા માટે બેસી જાય છે. જયરાજ સિંહ આ વરાછા રોડ પર આવીને સભા કરી બતાવે. જયરાજ સિંહથી પાપડ ના ભાંગ્યો એટલે પાછા કોંગ્રેસમાં આવી ગયા છે. ભરતસિંહના આશીર્વાદ લઈને જયરાજ સિંહ પાછા આવ્યાનું અલ્પેશ કથીરિયાએ નિવેદન આપ્યું હતું.
ગઈકાલે સુરતમાં મળેલી બેઠકમાં અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, તેઓ બે દિવસમાં મહત્વનો નિર્ણય લેશે. અમારી સાથે છે તે ઉમેદવારી બે દિવસમાં ફોર્મ પરત ખેંચે. ફોર્મ કોણ પરત ખેંચે છે કે નહીં ખેંચે તે જોઈશું. તમામ લોકોને મળીને યોગ્ય નિર્ણય કરીશું. સમર્થન કોણે કોણે આપવું અને કેવી રીતે આપવું તે નક્કી કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે