મૌલિક ધામેચા / અમદાવાદ : શહેરીજનોને ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી અનોખી ટોળકીને સાયબર ક્રાઈમને પકડી પાડી છે. સુરતની આ ટોળકીમાં મુખ્ય સૂત્રધાર ફરાર છે. ત્યારે પોલીસે ચાર મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરી. આ ટોળકીની પોલીસ કાર્યવાહી કરવાની ધમકીથી ભોગ બનનારની ફરિયાદ લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT CORONA UPDATE: નવા 93 કેસ, 40 ટકા ગુજરાતીઓને રસીનો ડોઝ અપાયો


પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીઓ મૂળ સુરત વિસ્તારના રહેવાસી છે. અને આ શોર્ટકટથી રૂપિયા કમાવા માટે ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને કેવી રીતે છેતરપિંડી કરતા તે જાણીને આપ ચોંકી જશો. સૌપ્રથમ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝમેન્ટ આપી ડેટા એન્ટ્રીનું કામ આપવાનું કહીને પોતાના ષડયંત્રમાં લોકોને ફસાવતા હતા. નાગરિકો આ ડેટા એન્ટ્રીનું કામ કરી આપે બાદમાં તેમના કામમાં કોન્ટ્રાક્ટ ભંગ થયો હોવાનું બહાનું કરી તેમને રૂપિયા ચૂકવવાને બદલે પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપતા.


વિચિત્ર પરિણામ પદ્ધતી? 10 બોર્ડનું પરિણામ તો જાહેર થઇ ગયું પરંતુ વિદ્યાર્થીઓ નહી જોઇ શકે!


આરોપીઓની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સુરતમાં બેઠા બેઠા આ પ્રકારનું કોલ સેન્ટર ચલાવાતું હતું. 25 થી પણ વધુ નાગરિકોને ડેટા એન્ટ્રીનું કામ આપવાના બહાને છેતરપિંડીના તેમની ભોગ બનાવ્યા છે. જોકે હજુ પણ વધુ ગુનાના ભેદ ઉકેલાય તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. છેતરપિંડી કરવાની આ નવી મોડેસ ઓપરેન્ડી અંગે પોલીસને  ઈ-મેલ મારફતે અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ફરિયાદ મળતાં ટેકનિકલ સર્વેલન્સ આધારિત તપાસ શરૂ કરી હતી. 


BHAVNAGAR: કોરોનાએ જીવનશૈલી બાદ વિચારસરણી પણ બદલી, ધનાઢ્ય લોકોની સરકારી શાળા તરફ દોટ


જેમાં સાઇબર ક્રાઇમને ચાર મહિલા અને બે યુવકોની ધરપકડ કરવામાં સફળતા મળી. પરંતુ આ મહિલાઓ અમુક વધુ રૂપિયાની લાલચે નોકરી કરતા હોવાનું સામે આવ્યુ છે. પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે 9 મોબાઈલ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આવનારા દિવસોમાં ડેટા એન્ટ્રીના નામે છેતરપિંડી કરનારી ગેંગના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે બાબત પણ સામે આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube