BHAVNAGAR: કોરોનાએ જીવનશૈલી બાદ વિચારસરણી પણ બદલી, ધનાઢ્ય લોકોની સરકારી શાળા તરફ દોટ

શહેર અને જિલ્લાની ખાનગી શાળામાંથી પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં માટે ધસારો વધી રહ્યો છે. ખાનગી શાળાની મોંઘી દાટ ફી સામે હવે લોકોએ પોતાના બાળકોને મૂલ્ય વર્ધિત શિક્ષણ અપાવવા સરકારી શાળા તરફ દોટ લગાવી છે. સરકારી શાળાનું શિક્ષણ ખાનગી શાળા કરતા જરા પણ ઉતરતું નહિ હોવાનું હવે વાલીઓ સ્વીકારી રહ્યા છે, જેના કારણે ગતવર્ષ ની સરખામણીએ સરકારી શાળાના પ્રવેશ રેકર્ડમાં 30 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી રહી છે.

BHAVNAGAR: કોરોનાએ જીવનશૈલી બાદ વિચારસરણી પણ બદલી, ધનાઢ્ય લોકોની સરકારી શાળા તરફ દોટ

નવનીત દલવાડી/ભાવનગર : શહેર અને જિલ્લાની ખાનગી શાળામાંથી પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં માટે ધસારો વધી રહ્યો છે. ખાનગી શાળાની મોંઘી દાટ ફી સામે હવે લોકોએ પોતાના બાળકોને મૂલ્ય વર્ધિત શિક્ષણ અપાવવા સરકારી શાળા તરફ દોટ લગાવી છે. સરકારી શાળાનું શિક્ષણ ખાનગી શાળા કરતા જરા પણ ઉતરતું નહિ હોવાનું હવે વાલીઓ સ્વીકારી રહ્યા છે, જેના કારણે ગતવર્ષ ની સરખામણીએ સરકારી શાળાના પ્રવેશ રેકર્ડમાં 30 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી રહી છે.

ભાવનગરમાં પૈસે ટકે સુખી સમૃદ્ધ લોકો પોતાના બાળકો ને સારું શિક્ષણ અપાવવાની આંધળી દોટ મુકી ખાનગી શાળામાં એડમીશન કરાવતા હોય છે, જેના કારણે શહેર અને જિલ્લામાં ખાનગી શાળાઓ નો જાણે કે રાફડો ફાટ્યો છે, પરંતુ હાલ પરિસ્થિતિ બદલાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, એક તરફ કોરોનાકાળ દરમ્યાન ધંધો રોજગાર ભાંગી પડ્યા હતા. તો બીજી તરફ શાળા સંચાલકો દ્વારા શાળાઓ બંધ હોવા છતાં પૂરે પુરી ફી વસુલ કરી રહ્યા છે, જેના કારણે હવે લોકોએ ખાનગી શાળાઓની મનમાનીથી કંટાળી સરકારી શાળામાં પોતાના બાળકોને એડમિશન અપાવવા દોટ મૂકી છે. શહેરની મોટા ભાગની સરકારી શાળાઓમાં ખાનગી શાળાઓમાથી આવેલા વિદ્યાર્થીઓની 25 થી 30 વૃદ્ધિ જોવા મળી રહી છે.

ખાનગી શાળાઓ દ્વારા વિવિધ પ્રવૃતિઓ ના નામે લાખો રૂપિયાની ફી વસુલ કરવામાં આવતી હોય છે, પરંતુ મોંઘીદાટ ફી સામે જરૂરિયાત મુજબનું યોગ્ય શિક્ષણ નથી મળી રહ્યું એવો સ્વીકાર વાલીઓ કરી થયા છે. ભાવનગરના સુખી સંપન્ન પરિવારના આશરે 2100 જેટલા બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જ્યારે ખાનગી શાળામાં અભ્યાસ કરતા 2 થી 8માં ધોરણના 400થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાનો ત્યાગ કરી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોનું મહેકમ વધારવાની પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ફરજ પડી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news