મૌલિક ધામેચા/અમદાવાદઃ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 એવા યુવકોની ધરપકડ કરી છે જે એક યુવકનો બીભત્સ વિડીયો બનાવી બ્લેક મેઈલ કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓ બેરોજગાર હોવાથી આ કારસ્તાન કર્યાનું સામે આવ્યું છે. જોકે અગાઉ પણ આવા ગુણાઓને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ રુહાંન શેખ, મોહમ્મદ સૈફ કુરેશી અને અહાન પઠાણ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ ગેંગ બનાવી બ્લેકમેલિંગનું કારસ્તાન કરી રહ્યા હતા. જેમાં એક યુવક સાથે વાતચીત કરી તેને ખાનગી જગ્યાએ બોલાવી બીભત્સ વીડિયો બનાવીને ₹1.10 લાખ પડાવી લીધા હોવાનું સામે આવતા યુવકની ફરિયાદ  સાયબર ક્રાઇમે નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.


બળાત્કારના આરોપીને ધમકી આપી મહિલા PSIએ રૂપિયા 35 લાખ પડાવ્યા


પ્રાપ્ત માહિતી પ્રમાણે યુવકને કેનેડા જવાનું હોવાનું જાણી આરોપીઓએ પણ કેનેડા જવાનું હોવાની વાત કરી પોતાની જાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીને ખાનગી જગ્યાએ બોલાવી તેને બ્લેક મેઈલ કરવા વીડિયો ઉતારી લીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે આરોપીઓ ડ્રગ્સના બંધાણી હોવાથી આ કારસ્તાન કર્યું હતું. નોંધનીય છે કે હાલ તો એક જ ગુનાનો ભેદ ઉકેલાયો છે. પણ પોલીસનું માનવું છે કે આ ગેંગે અન્ય કેટલાક લોકોને પણ ભોગ બનાવ્યા હોઈ શકે છે. પોલીસ આ મામલે અપીલ પણ કરી છે કે આવી ગેંગનો અન્ય કોઈ ભોગ બન્યા હોય તો પોલીસ સમક્ષ આવી ફરિયાદ નોંધાવી શકે છે.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube